કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે બુધદેવ, કોનું ચમકશે નસીબ ? કોના થશે બેહાલ-જાણો વિગતે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં સતત પરિવર્તન આવે છે. જેના કારણે તમામ 12 રાશિ પર પ્રભાવ થાય છે. જ્યોતિષમાં બુધ ગ્રહને રાજકુમાર કહેવામાં આવ્યો છે. તે ધંધા અને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જણાવી દઇએ કે, બુધ ગ્રહ સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તનને કારણે બધી રાશિના લોકો શુભ અને અશુભ પ્રભાવ પડશે. આજે અમે તમને બુધનું રાશિ પરિવર્તન તમારા જીવન પર કેવી અસર કરે છે ?

આવો જાણીએ બુધ ગ્રહનું કન્યા રાશિમાં પ્રવેશ કંઈ રાશિઓ માટે રહેશે શુભ

1.મેષ રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર છઠા ભાવમાં થવા જઈ રહ્યા છે. જેના કારણે નોકરી કરનારા લોકો માટે સમય ખૂબ જ શુભ રહેશે. નોકરીને લઈને તમને પ્રમોશન મળવાની સંભાવના છે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે તેમને સારી નોકરી મળી શકે છે. પ્રેમ સંબંધો મજબુત બનશે. વૈવાહિક જીવન ખુશીથી વિતાવશે.

2.વૃષભ રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર પાંચમાં ભાવમાં છે. જેના કારણે વિદ્યાર્થી વર્ગને વિશેષ લાભ મળી શકે છે. તટેક્નિકલ ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળશે. કામકાજની યોજનાઓમાં સફળતા હાંસિલ થશે. નોકરીમાં તમને મહત્વનું પદ અને સિધ્ધિ મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધી બાબતો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વધશે. ઘરની સુવિધાઓમાં વધારો થવાની સંભાવના છે.

3.મિથુન રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર ચોથા ભાવમાં છે. જેના કારણે તમને સારા પરિણામ મળશે. માતાથી તમને લાભ થઈ શકે છે. તમે તમારા કામથી સંતુષ્ટ થશો. મનની ચિંતા દૂર થશે. તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે. તમારા લગ્ન જીવનમાં પ્રેમ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ લેશે.

4.સિંહ રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર બીજા ભાવમાં છે. જેના કારણે કૌટુંબિક સુખમાં વધારો થવાની સંભાવના છે. અચાનક ધન લાભ થઈ શકે છે. સંપત્તિ ખરીદવા માટે કોઈ વિચાર કરી શકો છો. અચાનક આર્થિક લાભ થાય છે. કામમાં તમને સારા પરિણામ મળશે.

5.કન્યા રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર લાભકારક સાબિત થશે. બુધ તમારી રાશિમાં પહેલા ભાવમાં સ્થિર રહેશે. જેના કારણે ધંધા સાથે સંકળાયેલા લોકોને વધુ લાભ મળશે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્તિ મળી શકે છે. તમે તમારા દુશ્મનો પર જીત મેળવશો. પ્રેમી-પ્રેમિકા અને જીવન સાથીની દ્રષ્ટિએ આ સમય શ્રેષ્ઠ રહેશે. પ્રેમ સંબંધો મજબુત બનશે. તમારી કોઈપણ મોટી યોજના સફળ થઈ શકે છે.

6.ધન રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર દસમાં ભાવમાં હશે. જેના કારણે તમને શુભ ફળ પ્રાપ્ત થશે. તમને કારકિર્દીમાં આગળ વધવાની તકો મળશે. તમારું ભાગ્ય ચમકશે. મહેનતનાં પૂરાં પરિણામો મળશે. ભાગ્યની સહાયથી તમને સંપત્તિનો લાભ મળે તેવી સંભાવના છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકો શુભ પરિણામ મલશે.

7.મકર રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર નવમાં ભાવમાં થવાનું છે. જેના કારણે તમે ધંધા અને નોકરીમાં તમારી કાર્યકુશળતાથી સારા લાભ પ્રાપ્ત કરી શકશો. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું પરિણામ મેળવી શકે છે. પારિવારિક વાતાવરણ સારું રહેશે.

8.મીન રાશિ

આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર સાતમાં ભાવમાં થવા જઈ રહ્યો છે. જેના કારણે તમને વ્યવસાયમાં પ્રગતિ થશે. ધંધાનો વિસ્તાર થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલી જૂની મહેનતનું યોગ્ય વળતર મળશે. તમારા જીવનસાથીથી તમને ફાયદો થવાની સંભાવના છે. પ્રેમી-પ્રેમિકા વચ્ચેનો સંબંધ મજબૂત રહેશે. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય શરૂ કરો છો તો તે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.

આવો જાણીએ બાકી રાશિઓનો કેવો રહેશે સમય

1.કર્ક રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના કારણે તમને મિશ્ર પરિણામો મળશે. સામાજિક ક્ષેત્રે સન્માન પ્રાપ્ત થશે. તમે સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકો છો. આ રાશિના લોકોએ પોતાનો ક્રોધ થોડો કાબૂમાં રાખવો જોઈએ નહીં તો ભાઈ-બહેન સાથે મતભેદ થવાની સંભાવના છે. તમારા અજાણ્યા લોકો પર વધારે પડતો વિશ્વાસ ન કરો.

2.તુલા રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર બારમાં ભાવમાં થશે. જેના કારણે તમને નુકસાન થવાની સંભાવના છે. પૈસાની લેણદેણ વખતે તમારે સાવચેત રહેવું જોઈએ. પારિવારિક મુશ્કેલીઓ વધી શકે છે. કૌટુંબિક બાબતોમાં કોઈ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને કાળજીપૂર્વક વિચારો. બુધનું રાશિચક્ર તમારી લવ લાઈફને અસર કરી શકે છે. પ્રેમ સંબંધોમાં ઉતાર-ચડાવ આવશે.

3.વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર અગિયારમાં ભાવમાં થવા જઈ રહ્યું છે. જેના કારણે તમને મિશ્ર લાભ મળશે. ભાઈ-બહેન સાથે કંઇપણ બાબતે મૂંઝવણ થઈ શકે છે. નોકરીના ક્ષેત્રમાં પ્રમોશન મળવાની સંભાવના છે. તમારી ઇચ્છાઓ વધશે. વિવાહિત જીવનમાં કંઇપણ બાબતે વિવાદ થવાની સંભાવના છે.

4.કુંભ રાશિ
આ રાશિના જાતકોમાં બુધ ગ્રહનું ગોચર આઠમાં ભાવમાં છે. જેના કારણે તમને જમીન સંપત્તિ સંબંધિત લાભ મળશે. આ રકમના લોકોને વાહનનો ઉપયોગ કરવામાં થોડી કાળજી લેવી પડશે. મિત્રો સાથે મતભેદ થઈ શકે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે. પ્રેમ જીવનમાં તમારે ઉતાર-ચડાવના સમયમાંથી પસાર થવું પડશે. તમારે તમારા પ્રેમ જીવનસાથીની લાગણીઓને સમજવાની જરૂર છે.

Team Dharmik

Leave a Reply