શું તમારા વાહન પર પણ તમે લખાવ્યું છે માતાજી કે ભગવાનનું નામ ? જુઓ “મોગલ મા” લખાવવા પર શું કહ્યું મણિધર બાપુએ, જુઓ વીડિયો

આ કારણે કબરાઉ મોગલ ધામની ગાદી પર બિરાજમાન મણિધર બાપુએ ગાડી પર “જય મોગલ” લખાવવાની ના પાડી, વીડિયોમાં જુઓ કારણ

આપણો દેશ ધાર્મિક દેશ છે અને અહીંયા મોટાભાગના લોકો ધર્મમાં આસ્થા રાખતા હોય છે. જેના કારણે પોતાના ઘર કે દુકાનમાં પણ ભગવાનનું મંદિર કે પ્રતિમા પણ રાખતા હોય છે. સાથે જ કોઈપણ કાર્યની શુભ શરૂઆત પણ તેઓ પોતાના ઇષ્ટ દેવની પૂજા અને પ્રાર્થના કરીને જ કરતા હોય છે.

ત્યારે જોઈ કોઈ વ્યક્તિ પોતાના માટે નવું વાહન ખરીદે છે ત્યારે પણ તે વાહનને પહેલા જ દેવી દેવતાઓના મંદિરે લઇ જઈને તેની પૂજા પણ કરાવતા હોય છે. તો ઘણા લોકો પોતાના વાહનમાં દેવી દેવતાઓની પ્રતિમા અને નામ પણ લખાવતા હોય છે. તમે પણ મોટાભાગના વાહનો પર આ રીતે દેવી દેવતાઓના નામ લખેલા જોયા હશે.

પરંતુ આ નામ લખાવવા યોગ્ય છે કે નહિ તે અંગે પણ ઘણીવાર મનમાં મૂંઝવણ થતી હોય છે. ત્યારે કબરાઉ મોગલધામની ગાદી પર બિરાજમાન મણિધર બાપુએ આ વિશે તેમના ભક્તોને જવાબ આપ્યો હતો. મણિધર બાપુએ કાર કે વાહન પર “મોગલ મા”નું નામ ના લખાવવું તેના વિશે પણ જણાવ્યું હતું.

મણિધર બાપુએ જણાવ્યું હતું કે કાર કે વાહન પર તમે મોગલ માતાજીનું નામ લખાવ્યું છે તેમાં કોઈ વાંધો નથી. પરંતુ બને તો માતાજીનું નામ ના લખવું જોઈએ. કારણ કે તમે જે કારમાં માતાજીનું નામ લખ્યું છે તેમાં જ જો દારૂની બોટલ રાખો છો તો તે ખોટું કહેવાય છે. તમે માતાજીનું નામ રાખો છો તો પછી એમાં કોઈ ખોટી વસ્તુ ના થવી જોઈએ.

બાપુએ એમ પણ જણાવ્યું હતું કે ઘણીવાર ચેક પોસ્ટ પર મોગલ માતાજીનું નામ લખેલું જોઈને ગાડીને જવા દેવામાં આવે છે. અંદર શું ભર્યું છે તે પણ ચેક કરવામાં નથી આવતું. તે એમ વિચારે છે કે આ ગાડી તો બાપુની છે. પરંતુ દરેક ગાડીને ચેક કરવી જોઈએ. ભલે અંદર બાપુ બેઠા હોય તો પણ ગાડીને ચેક કરવી જોઈએ.

Dharmik Duniya Team