જો તમે પણ પૂજા કરતી વખતે કરો છો આ ભૂલ તો સાવધાન ! રહી શકો છો સંતાન સુખથી વંચિત

મહિલાઓ ઘણા તહેવારોમાં  દેવી-દેવતાઓની પૂજા કરતી હોય છે. શું તમે એવું કયારેય વિચાર્યુ છે કે, જો પૂજા-પાઠ દરમિયાન તમારાથી થોડી પણ ચૂક થઇ જાય તો તેની અસર તમારા જીવન પર પડવા લાગે છે. અજાણતા કોઇવાર મહિલાઓ એવી ભૂલ કરી જાય છે જેનાથી અર્થનો અનર્થ થઇ જાય છે. પૂજા દરમિયાન ઘણા નિયમ છે, પરંતુ તેમાંનો મહત્વપૂર્ણ નિયમ એ બનાવવામાં આવ્યો છે, પૂજા સમયે ઘણીવાર મહિલાઓ નારિયેળ ફોડે છે પરંતુ નારિયેળ ફઓડવાથી મહિલાઓને દૂર રહેવું જોઇએ.

આના ઘણા કારણ છે. સનાતન પરંપરામાં પ્રકૃતિને ઘર્મ સાથે જોડવાામાં આવી છે. જયાં જળ, અગ્નિ, વાયુ, બધાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત પ્રાકૃતિક વસ્તુઓ જેવી કે, ફૂલ, ફળ વગેરેને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે. હિન્દુ ધર્મમાં નારિયેળને બીજનું સ્વરૂપ માનવામાં આવ્યુ છે અને તેને પ્રજનન એટલે કે ઉત્પાદનથી જોડીને દેખવામાં આવ્યુ છે. સ્ત્રીઓ સંતાન ઉત્પત્તિની કારક હોય છે.

આ માટે નારિયેળને ફોડવું એક વર્જિત કર્મ માનવામાં આવે છે. જો કોઇ મહિલા નારિયેળ ફોડે છેે તો તેને સંતાન ઉત્પત્તિ કે સંતાન સુખથી વંચિત રહેવુ પડી શકે છે. એક કારણ એ પણ છે કે, નારિયેળ ફોડવું બલીનું પ્રતિકછે. હિન્દુ ધર્મમાં બલી ચઢાવવી માત્ર પુરુષોનું જ કાર્ય છે. આ એખ પ્રાચીન પરંપરા છે. જેનું સદીઓથી પાલન કરવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જયારે ભગવાન વિષ્ણુએ ધરતી પર અવતાર લીધો હતો ત્યારથી તે સાથે લક્ષ્મી, નારિયેળનું વૃક્ષ અને કામધેનુ ગાય લઇને આવ્યા હતા. નારિયેળમાં બનેલી ત્રણ આંખોની ત્રિનેત્ર એટલે કે શિવના ત્રણ ચક્ષુના રૂપમાં જોવામાં આવે છે. નારિયેળ ફોડ્યા બાદ તેમાંથી નીકળનાર પાણીને દેવી દેવતાઓની પ્રતિમાઓ પર છાંટવામાં આવે છે, આ પ્રક્રિયા માત્ર પુરુષો દ્વારા જ સંપન્ન થાય છે.

Team Dharmik