આજે વાંચો હનુમાનજીને કેમ કહેવામાં આવે છે ‘સંકટમોચન’, આ 10 બાધાઓથી તમને બચાવે છે બજરંગબલી

ધાર્મિક શાસ્ત્રોના આધારે હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું છે માટે માનવામાં આવે છે કે કળિયુગમાં પણ મહાબલી હનુમાન હૈયાત છે જ. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે પણ લોકો એ નહિ જાણતા હોય કે આખરે શા માટે હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે. આવો તો જાણીએ આ રહસ્ય વિશે.

अन्तकाल रघुबर पुर जाई।

जहां जन्म हरि-भक्त कहाई।।

और देवता चित्त न धरई।

हनुमत सेइ सर्ब सुख करई।।

संकट कटै मिटै सब पीरा।

जो सुमिरै हनुमत बलबीरा।।

સંકટમોચન હનુમાન ભગવાન શિવનો અવતાર છે. ભક્તો દ્વારા તેને રામભક્તના નામથી પણ જાણવામાં આવે છે.અમરત્વનું વરદાન મળવાને લીધે હનુમાનજી કળિયુગમાં પૃથ્વી પર લોકોના સંકટો દૂર કરવા માટે વિચરણ કરતા રહે છે માટે જ તેને સંકટ મોચન કહેવામાં આવ્યા છે.જે કોઈ ભક્ત હનુમાનજીને સાચા દિલથી પૂજા કરે છે તેના દરેક કષ્ટો ભગવાન હરિ લે છે ને દરેક સમસ્યાઓ દૂર થઇ જાય છે.

રામાયણ કાળમાં હનુમાનજીની રામ પ્રત્યેની ભક્તિને લીધે સૌથી વધારે વિખ્યાત હતા. જ્યારે રાવણ સીતાનું હરણ કરીને લંકા લઇ ગયા ત્યારે હનુમાનજીએ જ સીતાને શોધ્યા હતા અને રામને જણાવ્યું હતું. હનુમાનજીએ રામજીને રાવણ સાથે યુદ્ધ અને લંકા પર આક્રમણ કરવા માટે ખુબ મદદ કરી હતી.

હનુમાનજીની ભક્તિ જોઈને સીતા માતા ખુબ પ્રસન્ન થયા હતા અને મહાબલિને અજર-અમર રહેવાનું વરદાન આપ્યું હતું. અમરત્વનું વરદાન મેળવીને હનુમાન નિસ્વાર્થ ભાવે પોતાના ભક્તોને દરેક સંકટોથી બચાવે છે માટે જ હનુમાનજીને સંકટ મોચન મહાબલી હનુમાનના નામથી ઓળખવામાં આવે છે.

કહેવામાં આવે છે કે જીવનમાં ગમે તેવું સંકટ કેમ ન આવે, હનુમાનજીની પાસે તેનું સમાધાન ચોક્કસ હોય છે. આ ધરતી પર એવી કોઈ પીડા કે કષ્ટ નથી જેનું નિવારણ કરવામાં હનુમાનજી અસમર્થ રહ્યા હોય. હનુમાનજીની સાચા મનથી ઉપાસના કરવાથી જીવનની દરેક સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે.

જે પણ ભક્ત સાચા મન, સાચી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે હનુમાનજીની સમક્ષ પોતાના સંકટો દૂર કરવાની પ્રાર્થના કરે છે હનુમાનજી તેઓના દરેક સંકટો દૂર કરીને સમૃદ્ધ જીવન આપે છે. નુમાનજીના અમુક પ્રસિદ્ધ મંત્ર છે તેની ઉપાસના કરવાથી જીવનના દરેક સંકટ નષ્ટ થઇ જાય છે.

1- ॐ नमो हनुमते रुद्रावताराय विश्वरूपाय अमित विक्रमाय प्रकटपराक्रमाय महाबलाय सूर्य कोटिसमप्रभाय रामदूताय स्वाहा.

2- ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसहांरणाय सर्वरोगाय सर्ववशीकरणाय रामदूताय स्वाहा.

3- ॐ नमो हनुमते रुद्रावतराय वज्रदेहाय वज्रनखाय वज्रसुखाय वज्ररोम्णे वज्रनेत्राय वज्रदंताय वज्रकराय वज्रभक्ताय रामदूताय स्वाहा.

Team Dharmik