ખૂબ જ મહેનતથી ભેગા કર્યા હતા ઘરેણા, ખોવાઇ ગયા તો આ વ્યક્તિએ કર્યુ એવું કે 10 દિવસમાં જ પાછા આવી ગયા ઘરેણા

ઘણીવાર આપણે કોઇના પણ પાસે કોઇના કોઇ ચમત્કાર વિશે સાંભળ્યુ હશે. કેટલીવક વાર તો એવો ચમત્કાર બનતો આપણે જોયો હશે અથવા તો સાંભળ્યો હશે કે આપણે પણ આશ્ચર્યમાં મૂકાઇ જઇએ. ત્યારે આવા ચમત્કાર ઘણીવાર માતાજીની અસીમ કૃપાથી અને તેમની માનતા રાખવાથી શક્ય બનતા હોય છે. સાયલાની બાજુમાં નગરા કરીને એક નાનું ગામ છે. ત્યાં ચમનભાઈ ખેડૂત રહે છે અને તેઓ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ જયારે જુના ઘરમાંથી નવા ઘરમાં રહેવા માટે જતા હતા ત્યારે સામાન ફેરવતા સમયે તેમને મહેનથી ભેગા કરેલ ઘરેણાની પોટલી ગુમ થઇ હોવાની જાણ હતી.

મેલડી માતા

તેમણે અને તેમની પત્નીએ બધી જગ્યાએ જોયું પણ તેમને તે ઘરેણાંની પોટલી કયાંય પણ ન મળી. આ બાદ દંપતી ખુબ જ હતાશ થઇ ગયા, કારણ કે આ ઘેણા તેમણે ઘણી મહેનત કરીને ખરીદ્યા હતા. ઘણી વસ્તુઓ કરીવા છત્તાં પણ ચમનભાઈને ઘરેણાં ન મળ્યા. આખરે એક દિવસ ચમનભાઈને એક વ્યક્તિએ કહ્યું કે, તમે માં વિશ્વાસી મેલડી માતાની બાધા રાખો, માત તમારી ઇચ્છા જરૂર પૂર્ણ કરશે.

પ્રતિકાત્મક તસવીર

ચમનભાઈ અને તેમની પત્નીએ વિશ્વાસી મેલડી માતાની બાધા રાખી અને ફક્ત 10 દિવસની અંદર જ તેમને તેમના ઘરેણાંની ખોવાયેલી પોટલી પાછી મળી ગયા. ચમનભાઈને આશ્ચર્ય ત્યારે થયું જયારે તેમણેૈ કહ્યું કે મેં આ જગ્યા પર ચારવાર જોયું છત્તાં પણ મને કોઈ ઘરેણાં દેખાયા ન હતા.. આ વિશ્વાસી મેલડી માતનો ચમત્કાર જ હતો. જો કોઈ વ્યક્તિ સાચા દિલથી માતાજીની બધા રાખે તો માં વિશ્વાસી મેલડી ભક્તના દુઃખ દૂર કરે છે.

Team Dharmik