ભગવાન વિષ્ણુના આ 6 ચમત્કારી મંત્રોથી થઈ જશો માલામાલ, દરેક સમસ્યાઓનું નિવારણ કરે છે આ શક્તિશાળી મંત્ર

પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઘણા એવા મંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેના માત્ર જાપથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. એમાંના જ ભગવાન વિષ્ણુના પરોપકારી મંત્રો વિશે પણ જણાવવામાં આવેલું છે.

ભગવાન વિષ્ણુના આ મંત્રનો જાપ કરવાથી જીવનની દરેક બાધાઓ દૂર થાય છે, અને મનોકામના પૂર્ણ થાય છે. તમે સવારે સ્નાન કરીને તમારા ઘરના મંદિરમાં જ વિષ્ણુજીના આ શક્તિશાળી મંત્રનો જાપ કરી શકો છો જે તમારા જીવનની સમસ્યાઓના નિવાર્ણ માટે પૂરતા છે.

1. ओम नमो भगवते वासुदेवाय।
આ મંત્રને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુજીની વિધિ વિધાન પૂર્વક પૂજા કરીને આ મંત્રનો જાપ કરો. આ મંત્રના જાપથી ભગવાન વિષ્ણુજીને પ્રસન્ન કરી શકાય છે અને ભગવાનની કૃપા મેળવી શકાય છે.

2. शांता कारम भुजङ्ग शयनम पद्म नाभं सुरेशम।

विश्वाधारं गगनसद्र्श्यं मेघवर्णम शुभांगम।

लक्ष्मीकान्तं कमल नयनम योगिभिर्ध्यान नग्म्य्म।

वन्दे विष्णुम भवभयहरं सर्व लोकैकनाथम।।

આ મંત્રનો જાપ પીળા આસન પર બેસીને કરવાથી ખુબ ફાયદો મળે છે. તુલસી માળા સાથે શ્રી હરિ મંત્રનો આ જાપ કરવાથી જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

3. नमो स्तवन अनंताय सहस्त्र मूर्तये, सहस्त्रपादाक्षि शिरोरु बाहवे
सहस्त्र नाम्ने पुरुषाय शाश्वते, सहस्त्रकोटि युग धारिणे नम:

જીવનમાં આવનારી દરેક બાધાઓથી મુક્તિ મેળવવા માટે રોજ સવારે આ મંત્રનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની સાથે સાથે આ મંત્રનો જાપ ભગવાન શિવની પૂજામા પણ કરવામાં આવે છે.

4. गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्।

गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्।।

આ મંત્રનો જાપ ખાસ કરીને પુરુષોત્તમ મહિનામાં કરવામાં આવે છે. આ મંત્રના જાપથી વ્યક્તિના પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્તિ થાય છે.

5. ऊं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्।।

ભગવાન વીષ્ણુજીનો આ મંત્ર ગાયત્રી મહામંત્ર માનવામાં આવ્યો છે. ખુબ જ કલ્યાણકારી આ મંત્રનો જાપ પૂજા કરવાના સમયે કરવાથી જીવનની સસ્મયાઓ દૂર થાય છે.

6.ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।

આ મંત્ર ધન વૈભવ માટે ખુબ અસરાકારક માનવામાં આવે છે. આ મંત્રનો જાપ સવારે ભગવાનની સામે આસન પર બેસીને કરવાથી આર્થિક તંગી દૂર થાય છે. અને ધન-વૈભવ,યશ-કીર્તિની પ્રાપ્તિ થાય છે.

Team Dharmik