મહેસાણાના સંસ્કાર વગરના વિદ્યાર્થીઓનો ભારત સરકાર વિશે આ શું મજાક ઉડાવી ગયા? આત્મા કંપી ઉઠે એવો વીડિયો

છેલ્લા ગુરુવારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં ભારતના અનેક એવા માતા પિતા છે જેના દીકરા દીકરીઓ હાલ યુક્રેનમાં યુદ્ધના જોખમી માહોલ વચ્ચે ફસાયા છે. વીડિયો કોલ આવતા જ પરિવારજનોના આંખમાંથી દરિયો વહે છે. આવા વાલીઓ સતત સરકારને અપીલ કરી રહ્યા છે કે એમના સંતાનોને સુરક્ષિત દેશમાં પાછા લાવવામાં આવે છે.

યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના અને એમના વાલીઓના જીવ પડીકે બંધાયા છે ત્યારે એક એવો વીડિયો સામે આવ્યો છે જે દરેક વ્યક્તિના ગુસ્સો અપાવે છે અને એમાં થતી મજાક, આક્રોશમાં મીઠું ભભરાવાનું કામ કરે છે. ઇન્ટરનેટમાં લોકો તૂટી પડ્યા છે અને કહે છે આવા લોકોને યુક્રેન મોકલો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લીધા વગર બફાટ કરે છે.

એક બાજું યુક્રેન કે પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને ત્યાંથી બહાર કાઢવાના મિશનને ‘ઓપરેશન ગંગા’ નામ આપ્યું છે. શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે વિસ્તૃત રીપોર્ટ આપ્યા હતા. એર ઈન્ડિયાનું એક વિમાન યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી 219 ભારતીયોને લઈ રોમાનિયા થઈને શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યું હતું. એવામાં જ્યારે બાળકોના ફોન ન લાગે ત્યારે વાલીઓના જીવનમાં જાણે એકાએક અંધારૂ થઈ ચૂક્યું હોય એવી અનુભુતી થાય છે. ત્યાંથી સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક બસમાં બેઠેલા ભારતીય વિદ્યાર્થીઓ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેવાના બદલે મજાક કરી રહ્યા છે. હસતા હસતા કહે છે કે, બચાવી લો…બચાવી લો…આ વીડિયો ટ્વીટર પરથી બીજા સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને ગયો છે. ઘણા લોકો એવું કહે છે કે, આ ઑપરેશન ગંગાની મજાક છે. આમને વચ્ચેથી જ યુક્રેન પાછા મોકલી દો.

આ વીડિયોમાં જોવા મળતા વિદ્યાર્થીઓ ગુજરાતના મહેસાણાના છે. આ વીડિયો વાયરલ થતા જ વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું કે, મદદ મળતા જ ઉત્સાહમાં આવીને વિદ્યાર્થીઓ આવું શું બોલી ગયા. વીડિયોમાં આ યુવતી બોલે છે કે, અમે પોલેન્ડ જઈ રહ્યા છે. પાછળથી તેના મિત્રોકોમેન્ટ કરતા અને હસતા હસતા કહે છે કે, બચાવી લો…બચાવી લો…પછી રાક્ષસી હાસ્ય કરે છે. એક

યુવાન કહે છે કે, અમે TNMમાં અભ્યાસ કરીએ છીએ. બચાવી લો…બચાવી લો…બીજો યુવાન કહે છે કે, આવતીકાલનો ક્લાસ ઓનલાઈન છે. યુવતી હસતા હસતા કહે છે કે, નો પેનિક પ્લીઝ. શું આજની નવી પેઢીની આવી વિચારસરણી અને સમજણ છે? આ પ્રશ્ન દરેકને વિચારતા કરી દે છે. એક યુઝરે તો એવી કોમેન્ટ કરી છે કે, આ સંસ્કાર વગના છે. એક જાગૃત વ્યક્તિએ ઇન્ટરનેટ પર કહ્યું કે, આ તમામની ડિગ્રી પર ભારતમાં પ્રતિબંધ મૂકી દો. એક યુઝરે કહ્યું કે, આ બેશરમ લોકોને એટલા વાયરલ કરો તે એને શરમ આવે.

Team Dharmik