પરબધામના મહંત કરસનદાસ બાપુની 2024ની લઈને મોટી ભવિષ્યવાણી, કહ્યું આ વસ્તુ બચાવીને રાખજો નહિ ભૂખે મરવાના દિવસો આવશે… જુઓ વીડિયો

“વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે !” જુઓ કરસનદાસ બાપુનું હચમચાવી દેનારી ભવિષ્યવાણી, વાયરલ થયો વીડિયો

દુનિયાને લઈને ઘણા બધા ભવિષ્યવક્તાઓ દ્વારા કેટ કેટલીય ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. જેમાંથી ઘણા લોકો એવા પણ છે જેમની ભવિષ્યવાણીઓ સટીક અને સાચી પણ હોય છે. વર્ષો પહેલા કરવામાં આવેલી કેટલીક ભવિષ્યવાણીઓ આજે સાચી પણ પડતી હોય છે. ત્યારે હાલ એવી જ એક ભવિષ્યવાણી ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુએ કરી છે.

પરબધામના મહંત કરસનદાસ બાપુનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં બાપુ વર્ષ 2023-24ને લઈને એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરતા જોવા મળી રહ્યા છે. મહંત કરસનદાસ બાપુએ લોકોને અનાજ ભેગું કરી રાખવા માટે જણાવ્યું હતું.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બાપુ પાસે બેઠેલાં સેવકોને તેમને જણાવ્યું હતું કે, બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો. ત્યારે હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે પરબધામના મહંત કરસનદાસ બાપુએ અગાઉ કોરોનાને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પણ સાબિત થઇ હતી. તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે.

Dharmik Duniya Team