ધ્રાંગંધ્રાના ખેડૂતે પોતાના ખેતરમાં ઉગાવ્યાં એવા એવા રંગના તરબૂચ કે જોઈને લોકો પણ વિચારમાં પડ્યા, કરે છે લાખોની કમાણી

આજના સમયમાં બીજા બધા ક્ષેત્રોની જેમ ખેતીમાં પણ આધુનિકતા આવી ગઈ છે અને આ આધુનિક ખેતી દ્વારા  પણ ખેડૂતોને સારી એવી આવક મળી રહી છે. ત્યારે હાલમાં આ વાતનું એક તાજું જ ઉદાહરણ ધ્રાંગંધ્રાના એક ખેડૂતે બતાવ્યું. જેમને 15 અલગ અલગ રંગના તરબૂચ ઉગવીને અન્ય ખેડૂતોને પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.

આ ખેડૂત છે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના સહદેવભાઈ. જેમને પરંપરાગત ખેતીના બદલે ઝાલાવાડની બંજર જમીનમાં પંદર જેટલા અલગ અલગ રંગના અને જાતના તરબૂચ અને ટેટીનું વાવેતર કર્યું. તેમને પોતાની 35 વીઘા જમીનમાં આ વાવેતર કર્યું જેના દ્વારા તેમને રૂ. 35 લાખની આવક મેળવી છે. તેમના આ પ્રયાસ દ્વારા અન્ય ખેડૂતોને પણ એક નવી રાહ મળી છે.

નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના ખેડૂતે લાલ, પીળા સહિતના અલગ અલગ કલરની સક્કરટેટી તેમજ ખાસ કરીને પીળા કલરના તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને બજારમાં પણ તેની માંગ વધી છે. આ આધુનિક  ખેતી દ્વારા તેઓ એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયાની વર્ષે આવક મેળવે છે એમ કુલ 35 વીઘાના ખેતરમાંથી વર્ષે રૂ. 35 લાખની વિક્રમજનક આવક થાય છે.

આ ખેતીને લઈને વાત કરતા ખેડૂત સહદેવભાઇ જોરૂભાઇ જણાવે છે કે, મેં અલગ અલગ 15 જાતની ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં પીળા, લાલ અને ઉપરથી પટ્ટાવાળા સહિતના ચારથી પાંચ જાતના તરબૂચનું વાવેતર કર્યું છે. જ્યારે અલગ અલગ કલર અને જાતના મળી કુલ સાત જેટલી પ્રકારની ટેટીનું વાવેતર કર્યું છે.

જેમાં વિવિધ જાતમાં સુગરનું પ્રમાણ 12%, 13%, 16% અને 19% સુગર એમ એમ અલગ અલગ પ્રકારની ગળપણવાળી ટેટીનું વાવેતર કર્યું છે. ભાવમાં કિલોએ રૂ. 15, 20, 30 અને 40 જેવા અલગ અલગ ભાવ મળે છે. એ જ રીતે તરબૂચમાં પણ કિલોના રૂ. 15થી 20 સુધીના ભાવ મળે છે. આ વેરાઇટી અમદાવાદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત બધે જ સહેલાઈથી વેચાય છે.

Dharmik Duniya Team