રોજ ભગવાનની મૂર્તિને બે ડંડા મારતા અને અપશબ્દો બોલતા, અચાનક એક દિવસ એવું થયુ કે…

વર્માજી રોજ ભગવાનની મૂર્તિને બે ડંડા ફટકાર્યા અને પછી ભોજન કરતા…પછી એક દિવસ એવો બનાવ બન્યો કે…

ઘણા લોકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે કે જેને આપણે નાસ્તિક કહેતા હોઇએ છીએ. તેવા લોકોને ભગવાનમાં બિલકુલ શ્રદ્ધા હોતી નથી, અને તેઓ કયારેય ભગવાનને પૂજતા પણ હોતા નથી. ત્યારે એક આવી જ ઘટના છે, જેમાં એક વર્માજી ભગવાન શ્રીકૃષ્ણને અવાર નવાર અપશબ્દો કહેતા અને રોજ રોજ અપશબ્દોની આવૃત્તિ વધતી જતી હતી. તેમની પત્નીને આ વસ્તુ બિલકુલ પસંદ ન હતી. એક દિવસ તેમની પત્નીએ કહ્યુ કે આવી રીતે અપશબ્દો ના બોલો અને રોજ ભગવાનને તુલસી અર્પણ કરો.

આવું કરવાથી પાપ ઘટશે અને વિવેક આવશે. આ સાંભળતા જ વર્માજીને તો ગુસ્સો આવ્યો અને તેમણે તેમની પત્નીને કહ્યુ કે તે મને તુલસી ચઢાવવાનું કહ્યુ. હવે આજથી હું રોજ મૂર્તિ પર બે દંડા ફટકારીશ. ઘણા વર્ષો પસાર થતા ગયા અને વર્માજી તો રોજ દંડા ફટકાર્યા વગર ભોજન પણ કરતા ન હતા. એક દિવસ એવું થયુ કે વાવાઝોડુ આવ્યુ અને સાથે સાથે ઘણો જ વરસાદ પણ આવ્યો. બધે પાણી પાણી થઇ ગયુ, પરંતુ આ દરમિયાન પણ વર્માજીનું મન તો મંદિરમાં લાગેલું હતું, તેમની નજર સામે મૂર્તિ ફરી રહી હતી.

પત્નીએ તેમને ભોજન પીરસ્યું પણ તેમણે થાળી હટાવી દીધી અને બોલ્યા કે તેમને દંડો ફટકાર્યા વગર ભોજન ગળામાંથી નહીં ઉતરે, તું દંડો આપ. પત્ની તેમના પગ પકડીને બોલી કે બહાર ઘણું પાણી છે, ના જાઓ. વર્માજીએ સાંભળ્યું નહીં અને તે તો દંડો હાથમાં લઇ નીકળ્યા, તેમણે પત્નીને કહ્યું, મારી રાહ જોજે, હું હમણાં જ આવું છું.

ઘણી મહેનત બાદ તેઓ મંદિરે પહોંચ્યા અને મૂર્તિને કહ્યું, તને શું લાગ્યું કે હું નહીં આવુ. આટલું બોલતા જ તેમણે હવામાં લાકડી ઊંચી કરી કે તરત દ્વારકાધીશ પ્રગટ થયા અને તેમણે વર્માજીને કહ્યુ કે તુ મારો સાચો ભક્ત છે. વર્માજી શ્રીકૃષ્ણને જોઇને ભય અને લાગણીથી તેમના ચરણોમાં પડી ગયા. ભગવાન ભક્તને ભેટી પડ્યા અને કહ્યું આ વાવાઝોડા અને પાણીમાં આજે મારી પાસે કોઈ આવ્યું નથી, તું જ આવ્યો છે. હું તારા આ ભાવ અને નિરંતરતાથી ખુશ છું. વર્માજી રડતા રહ્યા અને કૃષ્ણમય બની ગયા.

Team Dharmik