સલમાન ખાનથી લઈને મોટાભાગના અભિનેતાઓ સાથે કામ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતાનું નિધન, બૉલીવુડ ભાંગી પડ્યું

સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. વિક્રમ ગોખલે ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેમની પુણેની મોટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 77 વર્ષની વયે વિક્રમ ગોખલેએ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી.

થોડા દિવસો પહેલા જ આપણે સિનેમા અને ટીવીની પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલને ગુમાવી દીધી છે. બોલિવૂડ તેમના જવાના શોકમાંથી બહાર આવ્યું ન હતું, આવી સ્થિતિમાં વિક્રમ ગોખલેના નિધનના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને મોટો આંચકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિક્રમ ગોખલેની તબિયત અચાનક બગડ્યા બાદ તેમને તાત્કાલિક પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્યાં પણ તેમની તબિયત સતત બગડી રહી હતી, ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ત્યારે થોડા દિવસ પહેલા જ તેમના નિધનની અફવા પણ સામે આવી હતી, જેના બાદ બોલીવુડના ઘણા મોટા કલાકારોએ પણ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેના બાદ અભિનેતાના પરિવારજનોએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું નિધન નથી થયું.

26 વર્ષની ઉંમરે 1971માં વિક્રમ ગોખલેએ અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ પરવાનાથી તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં, વિક્રમ ગોખલે અગ્નિપથ (1990), હમ દિલ દે ચૂકે સનમ (1999), ભૂલ ભુલૈયા (2007) અને મિશન મંગલ (2019) સહિત વિવિધ મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં દેખાયા છે. વિક્રમ છેલ્લે શિલ્પા શેટ્ટી, શર્લી સેઠિયા અને અભિમન્યુ દસાની સાથે નિકમ્મામાં જોવા મળ્યા હતા. જે આ વર્ષે જૂનમાં રિલીઝ થઇ હતી.

Dharmik Duniya Team