ભાવનગરનું આ ગામ વિદાય આપતા સમયે હીબકે ચઢ્યું, વાજતે ગાજતી નીકળે ગાય માતાની અંતિમ યાત્રા, જુઓ આંખો ભીની કરી દેનારી તસવીર

ગાયને ખરેખર માતા સમજી ભાવનગરના આ ગામવાસીઓએ, ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી ગાયની અંતિમ યાત્રા, નજારો જોઈને તમે પણ ભાવુક થઇ જશો

આપણ દેશની અંદર ઘણા લોકો પોતાના પાલતુ પ્રાણીઓને પણ ખુબ જ પ્રેમ કરતા હોય છે, પરંતુ જો અચાનક તેમના આ પાલતુ પ્રાણીઓ દુનિયાને અલવિદા કહી દે ત્યારે તેઓ પણ શોકમાં ડૂબી જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં એક ગાયના નિધન બાદ આખું ગામ શોકાતુર બન્યું હતું.

ગાય આપણા દેશમાં પૂજનીય પ્રાણી છે. એવું પણ કહેવાય છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે. ત્યારે ભાવનગરના વલ્લભીપુરના તોતણીયાળા ગામમાં રહેતા અજીતસિંહ મોરી નામના વ્યક્તિએ 10 વર્ષથી ગાયની સેવા કરી હતી અને તેના નિધન બાદ તેની અંતિમયાત્રાનું આયોજન પણ કર્યું હતું.

ગાયની અંતિમ યાત્રામાં આખું ગામ એકઠું થયું હતું અને સૌના ચહેરા ઉપર શોકની લાગણી પણ જોવા મળી હતી, સાથે જ ગાયની અંતિમ યાત્રા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નીકળી હતી. અજિતભાઇએ પણ છેલ્લા 10 વર્ષથી આ ગાયને પોતાના પરિવારના સભ્યની જેમ દેખરેખ કરી હતી.

ગાયની અંતિમ યાત્રામાં વિદાય સામે લોકો ભાવુક પણ થયા હતા, તો આ બાબતે ગાયના માલિક અજિતસિંહે જણાવ્યું હતું કે, “અમારા પરિવાર માટે આ ગાય માતા સાચા અર્થમાં કામધેનુ હતી. જેના સાનિધ્યમાં અમે સુખી-સંપન્ન થયા હતા. 10 વર્ષથી વગર વિયાંણે આ કામધેનુ દૂધ આપતી હોવાથી સ્થાનિકોમાં પણ ભારે અચરજ સાથે આસ્થાભાવ જાગૃત થયો હતો.”

Team Dharmik