નવરાત્રીમાં સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે આ 6 ખાસ ઉપાય, તમે પણ કરો આ ઉપાય

આસો મહિનાની નવરાત્રી ખાસ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતાજી દુર્ગાની નવ રૂપની પૂજા કરવામાં આવે છે. આ નવ દીવસ બેહદ પવિત્ર માનવામાં આવે છે. ઘણા લોકો નવરાત્રી દરમિયાન વ્રત પણ રાખે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે અને તેના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિને બેહદ ખાસ માનવામાં આવે છે. આવો જાણીએ જીવનમાં સુખ સમૃદ્ધિ અને કે ખુશીઓ માટે નવરાત્રી દરમિયાન ક્યાં ઉપાય કરવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન સવારે 4થી 6 વચ્ચે જાગીને નાઈ-ધોઈને પૂજા કરવા બેસી જવું જોઈએ કારણ કે, આ સમયને બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે. આ બાદ મા ભુવનેશ્વરી અને સૌભાગ્ય સુંદરીની પૂજા કરવી જોઈએ. સોપારીના પાનને ઘસીને તેનાથી તિલક કરો. આ કરવાથી તમારી વાણીમાં મધુરતા આવે છે અને ખુબસુરતીમાં વધારો થાય છે. આ સાથે જ તેની આકર્ષણ શક્તિમાં પણ વધારો થાય છે.

જો તમારા ઘરમાં પારિવારિક સમસ્યા વધારે રહે છે. નવરાત્રીના છેલ્લા દિવસે સ્નાન કરીને “सब नर करहिं परस्पर प्रीति। चलहिं स्वधर्म निरत श्रुति नीति”નો જાપ કરીને 108 વાર અગ્નિમાં ઘીથી આહુતિ આપો. તમે દરરોજ આ મંત્રનો પાઠ કરી શકો છો. પરિવારનો માહોલ બદલી જશે.

કોઈ રોગથી છુટકારો મેળવવા માટે નારિયેળને તમારી ઉપરથી 21 વાર ઉતારીને કપૂરની અગ્નિમાં પધરાવી દેવું જોઈએ. જરુરી કામમાં કોઈ અડચણ આવતી હોય તો નવરાત્રીમાં દરરોજ સવારે શ્રીરામ સ્ત્રોતનો પાઠ કરવો લાભકારી થઇ શકે છે. આ સાથે જ નવરાત્રીના 9 દિવસ સુધી ‘ॐ सर्वमंये उपागल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते” મંત્રનો જાપ પણ કરી શકો છો.

આ સિવાય ધન લાભ માટે અષ્ઠમી અને નોમના દિવસે સ્વસ્થ જગ્યા પર ઉત્તર દિશામાં મોઢું રાખીને બેસો. તમારી સામે લાલ ચોખાની એક ઢગલી બનાવી તેના પર શ્રી યંત્ર રાખો. શ્રી યંત્રની સામેર તેલના 9 દીવડા પ્રગટાવી ઉપાસના કરો.

નવરાત્રીમાં દેણામાંથી મુક્તિ મેળવી શકો છો. આ દરમિયાન તમે મંગળવારે પાન લઈને તેમાં લવિંગ અને એલાયચી રાખીને બીડું બનાવી લો. કોઈ પણ હનુમાનજી મંદિરમાં જઈને તેને અર્પિત કરી દો. દેણાની સમસ્યાથી છુટાકરો મેળવવા માટે આ અચૂક ઉપાય છે.

આઠમના દિવસે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ ચડાવીને સારી રીતે સ્નાન કરાવો. આ બાદ મંદિરની સફાઈ કરો અને મહાદેવનો શ્રુંગાર કરો. હવે ભોલે બાબાનું ધ્યાન કરતા-કરતા મંદિરમાં જાઓ. જેનાથી બધી મનોકામના પુરી થાય છે.

Team Dharmik