જીવનમાંથી નથી જઈ રહી સમસ્યાઓ અને આર્થિક તંગી, તો કરી લો શનિદેવનો આ ઉપાય

મોટાભાગે એવું જોવામાં આવે છે લોકો જીવનમાં ખુબ મહેનત કરતા હોય છે, તનતોડ મહેનત કરીને પરસેવો પાડતા હોય છે છતાં પણ તેઓને ઈચ્છીત પરિણામ નથી મળતું. તેનું મુખ્ય કારણ કુંડળીમાં પડેલા દોષ છે. જો કે શનિદેવનો આ ઉપાય કરવાથી આ દોષને દૂર કરી શકાય છે અને અનેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે.

તેના માટે દરેક શનિવારે શનિદેવના મંદિરમાં શનિદેવની મૂર્તિ પર તેલ ચઢાવો અને सूर्य पुत्रो दीर्घ देहो विशालाक्ष: शिव प्रिय: मंदाचाराह प्रसन्नात्मा पीड़ां दहतु में शनि:। આ મંત્રનો જાપ સાત વાર કરો. આ જ શનિવારની સાંજે તમે કોઈપણ કાળા રંગના પ્રાણી જેમ કે ગાય, કૂતરો, કાગડો વગેરેને દાણા કે ચારો ખવડાવો.

આ સિવાય તમે સોમવારના દિવસે મહાદેવની આરાધના કરો અને મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી તમારા દુઃખ અને તકલીફોનું ખુબ જ જલ્દી નિવારણ થઇ જશે.

આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થશે અને તમારા પર કૃપા વરસાવશે. જેનાથી શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારા જીવનની અનેક સમસ્યાઓની સાથે સાથે આર્થિક તંગી પણ સુધરશે.

Team Dharmik