ઘરમાં આવી રહી છે સમસ્યાઓ અને આર્થિક તંગી તો ગણેશજી કરશે તમારો બેડો પાર, કરી લો આ ઉપાય

લોકોના જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે ખુબ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી. સફળતા મેળવવા માટે કઠોર પરિશ્રમની સાથે સાથે ભગવાનનો આશીર્વાદ હોવો પણ ખુબ જરૂરી છે. એવામાં તમે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરીને દરેક દુવિધામાંથી બહાર નીકળી શકો છો.

ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે બુધવારે ઘરના દીવાનખંડમાં કે પછી મંદિરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો. ધ્યાન રાખો કે જ્યાં તમે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરો ત્યાં બીજા પણ દેવી-દેવતાઓની મૂર્તિ કે છબી સ્થાપિત હોય.

જેના પછી બુધવારે ઘરમાં ગંગાજળનું સ્થાપન કરો. બાપાને પીળા એટલે કે બેસનના લાડુનો ભોગ ચઢાવો અને 108 લાડુ ભૂખ્યા લોકોમાં વિતરણ કરી દો. આ બધું કર્યા પછી તમે જ અનુભવવા લાગશો કે તમારા જીવનમાં ઘણો બદલાવ આવી ગયો છે.

આ કાર્ય કરવાથી ગણેશજી તમારા પર પ્રસન્ન થશે અને તમારા પર કૃપા વરસાવશે. જેનાથી તમારા વ્યાપાર, નોકરી, ઘરની સુખ શાંતિ વગેરે ફરીથી ઠીક થવા લાગશે અને તમારો બેડો પર થઇ જશે.

આ સિવાય ઘરમાં નાગરવેલનું પાન રાખવું પણ ખુબ શુભ માનવામાં આવે છે કેમ કે તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા અવશોષિત થઇ જાય છે અને હકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. આ પાન અમુક દિવસો સુધી ઘરમાં રાખો અને પછી તેને ઘરની બહાર દૂર ફેંકી દો.

Team Dharmik