મંગળવારે આ નાનો ઉપાય કરો, હનુમાન દાદા તમારી તમામ સ્મસ્યાનો અંત લાવી દેશે, જય બજરંગબલી

હનુમાન દાદાને કષ્ટભંજન માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે હનુમાન દાદા પાસે દરેક કષ્ટોનું નિવારણ હોય છે, તેથી ભક્તો ખુબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દાદાની પૂજા અર્ચના કરતા હોય છે અને એમાં પણ શનિવાર અને મંગળવારના દિવસે ખાસ હનુમાન દાદાની પૂજાનું મહત્વ છે. શું તમારા જીવનમાં સંકટે પગપેસારો કરી દીધો છે. કોઈ પૂજા અર્ચના કરી હોવા છતાં કોઈ હલ નથી આવતો. તો તમે મંગળવારે સંકટ મોચન હનુમાનજી ને પ્રસન્ન કરવાથી બધાજ દુઃખ અને દર્દ દૂર કરી શકો છો. બજરંગ બલીના ભક્તોને ક્યારે પણ સંકટનો સામનો નથી કરવો પડતો. કારણકે બજરંગબલી ઘણા જ દયાળુ છે.

મંગળ શબ્દનો મતલબ થાય છે શુભ. એટલે જયારે પણ શુભ કામની શરૂઆત કરવી હોય ત્યારે મંગળવારથી કરવામાં આવે છે. મંગળવારના દિવસને હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કાર્ય કરવાથી રામ ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમે પૈસાથી જોડાયેલી કોઈ સમસ્યામાં ફસાયેલા હોય તો મંગળવારની સાંજે હનુમાનજીની પૂજા કર્યા બાદ પ્રસાદમાં બૂંદીનો પ્રસાદ વહેંચવો તેનાથી પૈસાની સમસ્યા દૂર થશે.

જો તમને ખરાબ સપના આવતા હોય અથવા તો કોઈ પ્રકારનો ડર સતાવતો હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમના પગની પાસે ફટાકડી રાખી દેવી, તેમજ રાત્રે સુતા સમયે પણ તકિયા પાસે ફટકડી મૂકીને સુઈ જવું તેનાથી તમને ખરાબ સપના નહિ આવે નકારાત્મકતા પણ દૂર થશે.

મંગળવારના દિવસે હનુમાનજીના મંદરીમાં અથવા તો તમારા ઘરમાં જ નહિ ધોઈ અને સ્વસ્થ થઇ હનુમાનજીની સામે બેસીને “ऊँ रामदूताय नम:” મંત્રનો 108 વખત જાપ કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જો તમારે નાણાં સંબંધી કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તો મંગળવારના દીવસે હનુમાનજીની પ્રતિમા સામે સરસવના તેલનો દિપક પ્રગટાવીને તેની અંદર 2 લવિંગ રાખી દેવા. જીવનમાં આવતા કષ્ટ અને તકલીફોને દૂર કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિની સામે બેસીને શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી ઘણો જ સારો લાભ થશે.

મંગળવારની સવારે વહેલા ઉઠી સ્નાન કરી અને વડાનું એક પાન તોડી હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવું અને ત્યાર બાદ સિંદૂરથી તેના ઉપર જાય શ્રી રામ લખવું અને એ પાન પોતાના પાકીટમાં રાખી દેવાથી પણ પૈસાની ખોટ રહેતી નથી. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સવા કિલો લોટમાં ઘી અને ખાંડ અને તુલસીના પણ નાખો.

ત્યાર બાદ આ ભોગ ગમે તે બાલાજી મંદિરમાં જઈને ચઢાવો. ત્યારબાદ હનુમાનજીના મંત્રોના જાપ કરો. બાદમાં આ ભોગ ગાયને ખવડાવી દ્યો.માન્યતા છે કે,આ કાર્ય કરવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. મંગળવારે પાનનું બીડું ચઢાવવાથી રોજગારના રસ્તા ખુલે છે. નોકરીમાં પણ પ્રમોશન મળે છે. પીપળાના પાનની માળા બનાવી તેના પર રામ નામ લખવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. મંગળવારે હનુમાનજીનું સિન્દૂરથી પૂજન કરવાથી બધા દુઃખ દર્દ ભાગી જાય છે.

મંગળવારે સાંજના સમયે કેવડા અથવા ગુલાબની માળા ચઢાવો. સ્વયં પણ લાલ કલરના વસ્ત્રો પહેરો,ધન માટે હનુમાનજીપે પ્રસન્ન કરવા માટે આ સરળ ઉપાય છે. મંગળવારે આખો દિવસ વ્રત કરી સાંજે બૂંદીના લાડુ અથવા બુંદી પ્રસાદ રૂપે બાંટો. જેનાથી સંતાન સંબંધી સમસ્યા દૂર થઇ જાય છે.

દર મંગળવારે હનુમાનજીની સામે સુંદરકાંડનું પઠન કરો. હનુમાનજીને રામની મૂર્તિ ભેટ કરવાથી તમારું પ્રિય પાત્ર હંમેશા તમારી સાથે રહેશે. હનુમાનજીના મંદિરમાં રામનામનું કીર્તન અને રામાયણનો પાઠ કરવાથી હનુમાનજી હંમેશા તમારી આસપાસ રહેશે.

Team Dharmik