શિવલિંગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાનો એક વીડિયોએ ચર્ચાનો માહોલ કર્યો ગરમ, જુઓ આખરે એવું તો શું છે તેમાં ?

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેને લઈને મોટા સ્તરે ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે અમેરિકાનો એક 29 વર્ષ જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક શિવલિંગની પૂજાની ખબર દેખાડવામાં આવી છે. આ વીડિયો અમેરિકા સીએનએન ટીવી ચેનલનું રિપોટીંગ છે. 4 ફૂટનો પથ્થર ટ્રેફિક બેરિકેડના સ્વરૂપે ઉપયોગમાં થાય છે. પરંતુ પછી તે પથ્થરને ક્રેન ઓપરેટરે એક પાર્કમાં રાખી દીધો હતો. પછી તે પથ્થરને હિન્દૂ લોકો શિવલિંગ સ્વરૂપે પૂજા કરવા લાગ્યા હતા.

હિન્દૂ તેની પર દૂધ અને મધ ચઢાવવા લાગ્યા, ધૂપ અને અગરબત્તી સળગાવવા લાગ્યા. મામલો વર્ષ 1993નો કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં CNNના એન્કર બર્નાડ શો છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ પાર્કમાં પથ્થર છે જેની પૂજા કરવા દૂર દૂરથી લોકો આવતા હોય છે. જોકે યારબાદ ત્યાં એક મંદિર બનાવવાની માંગ રાખવામાં આવી હતી જે ત્યારે નકારવામાં આવી હતી.

ત્યારબાદ તે પથ્થરને લઈને ધ ન્યુયોર્ક ટાઈમ્સમાં વર્ષ 1994માં એક રિપોર્ટ છપાયો હતો. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે પથ્થરને ગોલ્ડન ગેટ પાર્કથી હટાવીને એક આર્ટિસ્ટના સ્ટુડિયોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.

આ પથ્થર 4 ફૂટ ઊંચો અને બુલેટના શેપમાં છે. તે પથ્થર શિવલિંગની જેમ દેખાય છે. આ પાર્કમાં એક સિટી ક્રેન ઓપરેટરે કેટલાક વર્ષો પહેલા તેને ફેંકી દીધો હતો. હિન્દુઓએ તે પથ્થર જોયો અને તેની પૂજા કરવા લાગ્યા. ત્યારબાદ પ્રશાશને આ પાર્કથી હટાવી લેવાનો નિર્ણય કર્યો.

આ મામલે લઈને ખુદને વીજીનરી આર્ટિસ્ટ બતાવવાવાળા માઈકલ બોવેન સામે આવ્યા હતા. તેમણે એક મુકદ્દમો નોંધાયો અને કહ્યું કે પથ્થરને ત્યાંથી હટાવવાના વિરુદ્ધ લડશે. પરંતુ ત્યારે તેમની પર 14000 હજાર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પછી ત્યાં ભિખારીઓ અને રસ્તા પર રહેવા વાળા બીજા લોકોનો જમાવડો થવા લાગ્યો. ત્યારબાદ બોવેને પથ્થર હટાવવાના નિર્ણયને માની લીધો.

જ્યારબાદ ક્રેન ઓપરેટર પાછો આવ્યો અને તે પથ્થરને નવી જગ્યાએ શિફ્ટ કરી દીધો. બોવને કહ્યું કે હવે અહીંયા આવીને લોકો તેની પૂજા કરી શકે છે. જણાવી દઈએ કે વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદને સર્વેનો આદેશ આપ્યો હતો. સર્વેના છેલ્લા દિવસે હિન્દૂ પક્ષે દાવો કર્યો છે કે મસ્જિદની અંદર શિવલિંગ છે પરંતુ મુસ્લિમ પક્ષનું કહેવું છે તે શિવલિંગ નથી ફુવારો છે જે લગભગ દરેક મસ્જિદમાં લાગેલા હોય છે.

Team Dharmik