વહેલી સવારે પુરપાટ ઝડપે મિત્રોને કાર લઈને મુકવા માટે જઈ રહેલા 25 વર્ષના સોશિયલ મીડિયા સ્ટારનું ગમખ્વાર અકસ્માતમાં થયું મોત, ફોલોઅર્સ થયા દુઃખી

સોશિયલ મીડિયાનો મોટો સેલિબ્રિટી મૃત્યુ પામ્યો, તડપી તડપીને એક્સીડંટમાં મરી ગયો જુઓ

જેમ બોલીવુડના સીતારાઓનો એક મોટો ચાહકવર્ગ છે તેમાં આજે સોશિયલ મીડિયા સ્ટારનો પણ મોટો ચાહકવર્ગ છે. ઘણા લોકો સોશિયલ મીડિયામાં પોતાનો ટેલેન્ટ બતાવીને સ્ટાર બની ગયા છે અને તેમના પણ લાખો ફોલોઅર્સ બની ગયા છે. તેમના વીડિયોની સાથે સાથે તેમના અંગત જીવનને લઈને પણ આ સોશિયલ મીડિયા સ્ટાર્સ ચર્ચામાં રહેતા હોય છે અને ત્યારે હાલ એવા જ એક સોશિયલ મીડિયા સ્તરના નિધનથી તેમના ફોલોઅર્સને આઘાત લાગ્યો છે.

ઇન્સ્ટાગ્રામ સ્ટાર રાઉડી ભાટી ઉર્ફે રોહિત ભાટીનું અવસાન થયું છે. રોહિતનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. રોહિતના નિધનના સમાચાર જાણીને તેના ચાહકો ચોંકી ગયા છે. તેની મોટી ફેન ફોલોઈંગ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર જ તેના 9 લાખ કરતા વધારે ફોલોઅર્સ હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રોહિત ભાટીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ગ્રેટર નોઈડામાં 25 વર્ષીય રોહિતની હાઈ સ્પીડિંગ કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. રોહિત સાથે કારમાં તેના બે મિત્રો મનોજ અને આતિશ હતા. આ અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન રોહિતનું મોત થયું હતું. તેના મિત્રો દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસે પીટીઆઈને જણાવ્યું કે ચુહડપુર અંડરપાસ પાસે સવારે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સ્પીડમાં આવતી કાર અનિયંત્રિત થઇ અને ઝાડ સાથે અથડાઈ. જણાવી દઈએ કે રોહિત બુલંદશહરનો રહેવાસી હતો, પરંતુ ગ્રેટર નોઈડાના ચાઇ સેક્ટરમાં રહેતો હતો. તે ગુર્જર સમુદાયનો હતો. રોહિતના ઈન્સ્ટાગ્રામ પર નવ લાખથી વધુ ફોલોઅર્સ હતા. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતા, જેના પર લાઈક્સ અને કોમેન્ટ મિનિટોમાં આવતી હતી.

Dharmik Duniya Team