અહીંયા વર્ષમાં એકવાર સાક્ષાત શનિદેવ આપે છે દર્શન, થાય છે અદભુત ચમત્કાર, જાણો શનિદેવના રહસ્યમય મંદિર વિશે

ભારત એક ધર્મપ્રધાન દેશ છે અને આપણા દેશમાં ઠેર ઠેર અસંખ્ય મંદિરો પણ આવેલા છે. જેમાં ઘણા મંદિરોમાં આજે પણ ઘણા ચમત્કાર જોવા મળે છે. આ મંદિરોનું રહસ્ય આજે પણ અકબંધ છે. એવું જ એક ચમત્કારિક મંદિર ઉત્તરાખંડની દેવભૂમિમાં ખરસાલી ગામની અંદર આવેલું છે. શનિદેવનું આ મંદિર સમુદ્ર તટથી 7000 ફૂટ ઊંચાઈએ આવેલું છે.

આ પ્રાચીન મંદિર અનોખી બનાવટ અને સુંદર કલાકૃતિઓના કારણે દેશભરમાં પ્રસિદ્ધ છે. લોકમાન્યતા અનુસાર આ મંદિરની અંદર વર્ષમાં એકવાર કાર્તિકી પૂર્ણિમાના દિવસે શનિદેવ પ્રગટ થાય છે. એવું પણ કહેવામાં આવે છે કે અહીંયા શનિદેવની ઉપર રાખવામાં આવેલા ઘડા અને કળશ તેની જાતે જ બદલાઈ જાય છે.

આવું કેમ બને છે તે આજસુણી કોઈએ ના જોયું છે અને ના તેના વિશેની કોઈ જાણકારી છે. તેને ભગવાનનો ચમત્કાર જ માનવામાં આવે છે. લોકોના જણાવ્યા અનુસાર જે ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે આવે છે તેના કષ્ટો હંમેશા માટે દૂર થઇ જાય છે.

કથાઓ અનુસાર જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં બે મોટી ફૂલદાનીઓ રાખવામાં આવી છે જેનું નામ રિખોલા અને પિકોલા છે. એક ફૂલદાનીને સાંકળ સાથે બાંધીને રાખવામાં આવે છે. કારણ કે વાર્તા અનુસાર પૂનમના દિવસે આ ફુલદાની અહિયાંથી ચાલવા લાગે છે અને ચાલીને નદીની તરફ ચાલી જાય છે.

ખરસાલીની અંદર યમનોત્રી ધામ પણ છે જે શનિ ધામથી લગભગ 5 કિલોમીટર પછી આવે છે. યમુના નદીને શનિની બહેન માનવામાં આવે છે. ખરસાલીની અંદર રહેલા શનિ મંદિરમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.  એવું કહેવામાં આવે છે કે શનિદેવ 12 મહિના સુધી બિરાજમાન રહે છે. આ ઉપરાંત અક્ષય તૃતીય ઉપર શનિદેવ પોતાની બહેન યમુનાને યમુનોત્રી ધામમાં મુલાકાત કરીને ખરસાલી પાછા ફરે છે.

મંદિર સાથે જોડાયેલી વાર્તાઓ અને ઇતિહાસકારોનું માનીએ તો આ સ્થાન પાંડવોના સમયનું માનવામાં આવૅ છે. એટલા માટે કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ પાંડવો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પાંચ માળના મંદિરના નિર્માણમાં લાકડા અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે તે પૂર અને ભૂકંપથી પણ સુરક્ષિત રહી શકે છે. બહારથી જોવા ઉપર કોઈને પણ અંદાજો ના આવી શકે કે આ પાંચ માળનું મંદિર હોઈ શકે છે.

મંદિરની અંદર શનિદેવની કાંસ્યની મૂર્તિ ઉપરના માળે સ્થાપિત કરવામાં આવી છે. આ શનિદેવ મંદિરની અંદર એક અખંડ જ્યોત પણ છે. એવી માન્યતા છે કે અખંડ જ્યોત્ના દર્શન માત્રથી જ જીવનના બધા જ દુઃખો દૂર થઇ જાય છે.

Dharmik Duniya Team