સાનિયા મિર્ઝાના શોએબ મલિક સાથે થઇ ચૂક્યા છે છૂટાછેડા ! આ કારણે નથી કરી રહ્યા એલાન

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક વચ્ચે છૂટાછેડાની ખબરો ઘણા સમયથી ચાલી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે સાનિયા અને શોએબના છૂટાછેડા થઇ ગયા છે પરંતુ હજુ સુધી કપલે પોતાના અલગ હોવાની ખબર વિશે કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યુ.

ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ શોએબ મલિક સાથે 12 એપ્રિલ 2010ના રોજ લગ્ન કર્યા હતા, જે બાદ 30 ઓક્ટોબર 2018ના રોજ આ કપલના જીવનમાં એક બેબી બોય આવ્યો. તેમની લાઇફ સારી ચાલી રહી હતી પરંતુ કેટલાક સમય બાદ મીડિયામાં આ બંનેના અલગ થવાની ખબરો સામે આવવા લાગી.

સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના જીવનની પરેશાનીઓનો ઘણીવાર ઉલ્લેખ કર્યો. 8 નવેમ્બરના રોજ સાનિયાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં એક Quote શેર કર્યો હતો, જેમાં હાર્ટ બ્રેક વિશે લખ્યુ હતુ. કેટલાક સમય બાદ તેણે આ સ્ટોરીને ડીલિટ કરી દીધી હતી. આ Quoteમાં લખેલુ હતુ કે, તૂટે હુએ દિલ કહા જાતે હે ?

ઇન્સાઇડ સ્પોર્ટના એક રીપોર્ટ અનુસાર, સાનિયા અને શોએબના ઓફિશિયલી છૂટાછેડા થઇ ગયા છે. સાનિયા અને શોએબના કોઇ ક્લોઝ ફ્રેન્ડે જણાવ્યુ કે, કોઇ લીગલ ઇશ્યુને કારણે બંનેએ તેમના છૂટાછેડાની ખબરને દુનિયા સામે નથી રાખી. છૂટાછેડાની અફવાઓ વચ્ચે 25 નવેમ્બરે સાનિયાએ ઇન્સ્ટા પર એક કવિતા શેર કરી હતી, જેમાં સેલ્ફ લવની વાત થઇ રહી હતી. સ્ટોરીમાં લખ્યુ હતુ કે, જે દિવસે તમે અંદરથી ભારે મહેસૂસ કરી રહ્યા હોવ તે દિવસે પોતાને જરૂર બ્રેક આપો.

તમને જણાવી દઇએ કે, આ અફવાઓ વચ્ચે શોએબ મલિક અને સાનિયા મિર્ઝા એકસાથે મળી એક શો હોસ્ટ કરવાના છે, જેનું નામ છે ધ મિર્ઝા મલિક શો…આ એક રિયાલિટી શો છે જે OTT પ્લેટફોર્મ, UrduFlix પર જલ્દી જ રીલિઝ થવાનો છે. આ શોનું પોસ્ટર પણ રીલિઝ થઇ ગયુ છે.

એક ખબર અનુસાર, સાનિયા અને શોએબે એક કપલ તરીકે શો માટે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે. એવામાં કોન્ટ્રાક્ટને કારણે શોનું શુટિંગ પૂરી થયા બાદ જ બંને છૂટાછેડા માટે ફાઇનલ કરશે. આ લીગલ ઇશ્યુને કારણે બંનેના છૂટાછેડા રોકાયા છે. ત્યાં સાનિયા અને શોએબે હાલ તો પોતાના સંબંધ પર ચુપ્પી સાધી રાખી છે.

Team Dharmik