ભગવાન શિવના આ મંદિરની પૂજા કરે છે નાગ દેવતા, શિવલિંગને વીંટળાઈને પાંચ કલાક સુધી રડે છે

દેશભરમાં ઘણા એવા મંદિરો છે જેના પ્રત્યે શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિ ખુબ જ વધારે હોય છે. આજના સમયમાં પણ અમુક મંદિરોમાં એવા ચમત્કાર જોવા મળે છે જે કોઈ રહસ્યથી કમ નથી. એવું જ એક ભગવાન શિવનું મંદિર છે જે રહસ્યથી ભરેલું છે અને તેનો ઉકેલ આજ સુધી વૈજ્ઞાનિકો પણ નથી લાવી શક્યા.

આ ચમત્કારી મંદિર ઉત્તરપ્રદેશના આગ્રાની પાસે સલેમાબાદ ગામમાં સ્થિત છે. આ મંદિરને ‘નાગવાળા મંદિર’ના નામે પણ ઓળખવામાં આવે છે. તમે એ જાણીને ચોંકી જશો કે આ મંદિરમાં ભગવાન ભોળાનાથની પૂજા કોઈ પૂજારી નહિ પણ સાક્ષાત નાગ દેવતા કરે છે.

આ મંદિરમાં આગળના 15 વર્ષોથી નાગ દેવતા શિવની આરાધના કરે છે. સ્થાનીય લોકોના આધારે આ ચમત્કારી મંદિરમાં નાગ દેવતા 5 કલાક સુધી રોકાય છે અને શિવલિંગને વીંટળાઈને રહે છે, ‘જાણે કે તે શિવજીની આરાધના કરતા હોય, તેને વળગીને રડતા હોય!’

નાગ દેવતા મંદિરમાં રોજ નિત્ય સમય સવારે 10 વાગ્યે મંદિરમાં આવે અને 3 વાગે પાછા નીકળી જાય છે. 5 કલાક સુધી નાગ દેવતા અહીં જ રહે છે અને પોતાનો સમય પૂર્ણ થતા ફરીથી ચાલ્યા જાય છે. આ પાંચ કલાક દરમિયાન મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે, નાગ દેવતાના ચાલ્યા ગયા પછી જ મંદિરના દરવાજા ખોલવામાં આવે છે, અને ભક્તોને ભોળાનાથના દર્શન કરવાનો મૌકો આપવામાં આવે છે.

શ્રદ્ધાળુઓ માટે આ મંદિર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. માનવામાં આવે છે કે આ પાંચ કલાક સુધી ભલે મંદિરના દરવાજા બંધ હોય પણ માત્ર દર્શનથી જ લોકોની મનોકામના પૂર્ણ થઇ જાય છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શને આવે છે.

સ્થાનીય લોકોને પણ નાગ દેવતાના આવવાનો કોઈ જ ડર નથી લાગતો કેમ કે તે આગળના 15 વર્ષોથી અહીં આવે છે અને આજ સુધી કોઈને પણ નુકસાન નથી પહોંચાડ્યું.

Team Dharmik