ગુજરાતના વધુ એક મંદિરમાં મળ્યા સતના પરચાઓ, તાઉ તે વાવાઝોડા વચ્ચે સાળંગપુર મંદિરમાં થયો મોટો ચમત્કાર

થોડા દિવસ પહેલા જ આવેલું તાઉ તે વાવાઝોડાએ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઉથલ પુથલ મચાવી દીધી. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઘણું જ મોટું નુકશાન જોવા મળ્યું હતું. ઘણી જગ્યાએ ઝાડવા પડી ગયા, પાકને નુકશાન થયું, વીજળીના થાંભલા પડી ગયા, પરંતુ આ બધાની વચ્ચે કેટલાક દેવ મંદિરોમાં ચમત્કાર થયેલા જોવા મળ્યા.

ગુજરાતના સૌરાષ્ટ્રની પાવન ધરતી ઉપર આવેલા સોમનાથ અને દ્વારિકા મંદિરની કાંકરી પણ આ ભયંકર વાવાઝોડું ઉડાવી ના શક્યું. આ બંને મંદિરોમાં ચમત્કાર સામે આવ્યો હોવાની વાતો વાયુ વેગે ફેલાઈ હતી, ત્યારે એવો જ એક સતનો પરચો હનુમાન દાદાના પવિત્ર મંદિર સાળંગપુરમાં પણ જોવા મળ્યો હતો.

બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુર મંદિરમાં હનુમાન દાદા સાથે ભગવાન સ્વામિનારાયણનું પણ મંદિર આવેલું છે. હનુમાન દાદાના આ મંદિરનો વિશેષ મહિમા છે.કષ્ટભંજન હનુમાનજી દાદાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે પણ આ પવિત્ર મંદિરની અંદર કષ્ટભંજન હનુમાનજી દાદા સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે હનુમાન દાદા અહીંયા સાક્ષાત બિરાજમાન હોવાનો પરચો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર જોવા મળે છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તાઉ તેના ભારે પવન અને વરસાદની વચ્ચે પણ હનુમાન દાદાનું આ મંદિર અડીખમ ઉભું છે. મંદિરની કાંકરી પણ હલતી નથી, આ ઉરપટ ઠેર ઠેર જ્યાં વૃક્ષો ધરાશાયી થયા તો બીઓજીબાજુ મંદિરની ધજા પણ અડીખમ લહેરાતી જોવા મળી રહી છે.

તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ અને સોમનાથ દાદાના મંદિરમાં પણ કોઈ જાતનું નુકશાન નથી, સોમવારે દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ 52 ગજની ધજા ફરકાવવામાં આવી હતી. ભયંકર વાવાઝોડા વચ્ચે પણ મંદિરની ધજા અડીખમ જોવા મળી હતી.

Dharmik Duniya Team