health

જો તમે પણ થતા હોવ વાળથી હેરાન તો આજથી જ અપનાવો આ ઘરેલુ રામબાણ ઉપાય

ભાતના પાણીથી લાંબા સમયથી વાળ અને સ્કિન કેર રૂટિન માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. ભાતનું પાણી જેને લોકો માડ કહેતા હોય છે. આમ વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. ગરમીના દિવસોમાં વાળનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ હોય છે. આ દરમ્યાન વાળ શુષ્ક બની જતા હોય છે.

તેવામાં બધા ઉપાય કર્યા પછી પણ ફાયદો મળતો હોતો નથી. જો તમે પણ વાળને ખરતા અને શુષ્કતાથી હેરાન થઇ રહ્યા હોવ તો વાળને સ્વસ્થ રાખવા માટે ભાતના પાણીનો ઉપયોગ કરો. ભાતનું પાણી લાંબા સમય સુધી વાળ અને સ્કિન કેર રૂટિનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાતમાં એમિનો એસિડ, વિટામિન બી, વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટની ભરપૂર માત્રા હોય છે.

આ માટે તમારે ભાતને રાંધતી વખતે થોડું વધારે પાણી નાખવું, જયારે ભાત સારી રીતે ઉકળવા લાગે ત્યારે વધેલું પાણી નીકળી દેવું. તે પાણીનો ઉપયોગ વાળ અને ત્વચા માટે કરી શકાય છે. ભાતનું પાણી તૂટતાં વાળ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આના સિવાય સ્કિન કેર રૂટિનમાં ક્લીંઝર અને ટોનરના સ્વરૂપે કરી શકાય છે.

બનાવેલા ભાતમાં અમુક ચીજવસ્તુઓ મેળવીને તૈયાર કરવાનું રહેશે જેના માટે 3 કપ બાફેલા ચોખા, 2 ચમચી દહીં, 1 ચમચી કેસ્ટર ઓયલ બાફેલા ચોખામાં થોડુ પાણી નાખીને પીસી લો અને તેનાથી એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં હવે દહીં અને સાથે સાથે કેસ્ટ ઓયલ મિક્સ કરો.

આ તમામ વસ્તુને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લો. હવે આ પેસ્ટને વાળમાં લગભગ 30 મિનિટ સુધી લગાવીને રાખો જે બાદ શેમ્પૂથી વાળ વોશ કરી લો. સપ્તાહમાં એથી બેવાર આ પેસ્ટ બનાવીને ઉપયોગ કરવો જેનાથી વળામાં તમને ફરક દેખાશે.

વાળ સોફ્ટ થઈ જાય છે અને સાઈન પણ કરે છે. જો તમારા વાળ વધારે ગુંચાય જાય છે તો તમારે આ પેકનો ઉપયોગ કરવાની જરૂર છે. કેમ કે, તેનાથી વાળ વધારે સોફ્ટ થઈ જાય છે અને તેમાં ચમક આવી જાય છે. વાળમાં ડૈંડ્રફની સમસ્યા દૂર કરવી હોય તો તેના માટે તમારે બાફેલા ચોખાની પેસ્ટ ફાયદામંદ રહેશે.કાચા ચોખાનું પાણી હોય કે બાફેલા ચોખાની પેસ્ટ આ બંને ચીજવસ્તુઓ વાળના ગ્રોથમાં વધારે મદદગાર છે. જો વાળ વધારે ઉતરી રહ્યા છે તો આ પેકનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.