જામફળના પત્તાની ચા પીવાથી થાય છે અઢળક ફાયદા, ક્યારેય ખાવી નહિ પડે મોંઘી દવાઓ

ઘણી વખત જયારે લોકો જામફળની વાત કરતા હોય છે ત્યારે તેના સ્વાદ વિશેની ચર્ચા થતી હોય છે. પરંતુ તેના ફાયદા વિશે ખુબ ઓછા લોકો જાણતા હોય છે. જામફળમાં ઘણી બધી ઔષધિના ગુણ રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. જામફળના ફળથી જ નહિ પરંતુ તેના પત્તા પણ ઘણી બધી રીતે ફાયદાકારક હોય છે.

જામફળના પત્તા ઘણા બધા પોષકતત્વોથી ભરપૂર હોય છે જેના કારણે જામફળ પણ વધારે ગુણકારી હોય છે. ઔષધિ ગુણના કારણે ઘણી બધી જગ્યાએ જામફળની પત્તીઓનો ઉપયોગ ચા બનાવવાના ઉપયોગમાં થતો હોય છે. જામફળના પત્તાથી બનેલી ચાને હર્બલ ચાના રૂપમાં પણ કહેવામાં આવે છે જેના ઔષધીય ગુણ તમને પણ હેરાન કરી દેશે. જામફળની પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ, ફ્લેવોનોઈડ અને કેરસેટિક સાથે મેડિસિનલ પ્રોપર્ટી પણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે જે જામફળના પાંદડાથી બનેલી ચાની લોકપ્રિયતા વધારી રહી છે.

જામફળના પાન ની ચા બનાવવા માટે તમારે જામફળના પાન, 1/3 ચમચી ચા પત્તી, 1-1/2 કપ પાણી અને મધની આવશ્યકતા રહેશે. હવે તમારે ચા બનાવવા માટે આશરે 10 પાનને સારી રીતે ધોઈ લો અને પાણીને મધ્યમ ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. બે મિનિટ થાય ત્યારે જામફળના પાન તેમાં નાખી દો. ત્યારબાદ તેમાં ચા પત્તી અને મધ ઉમેરી લો. આ રીતે એકદમ મીઠાશ યુક્ત ચા તૈયાર થઈ જશે.

સામાન્ય રીતે હૃદય રોગ થવા પાછળ ખરાબ કોલેસ્ટ્રોલ જવાબદાર માનવામાં આવે છે. જ્યારે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો થઈ જાય છે ત્યારે વિવિધ પ્રકારના રોગો આપણા શરીરને ઘેરી લે છે, જે પૈકી હૃદયરોગ સૌથી વધારે હેરાન કરે છે. તેવામાં જો તમે જામફળના પાનની બનેલી ચાનુ સેવન કરો છો તો શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જાય છે અને આસાનીથી હૃદય રોગથી છુટકારો મળી શકે છે. જામફળના પત્તાની ચા બનાવીને પીવાથી બ્લડપ્રેશર પણ કાબૂમાં આવી જાય છે.

જે લોકો ડાયાબીટિસની સમસ્યાથી જજુમી રહ્યા છે તેવા લોકોએ પણ જામફળના પત્તાની ચા બનાવીને પી શકે છે. જામફળના પત્તામાં ઇન્સ્યુલિન વધારવાના ગુણો હોય છે જેથી ડાયાબિટીસ આસાનીથી દૂર કરી શકાય છે અને બ્લડ સુગર લેવલ કાબુમાં કરી શકાય છે. તેથી જો તમે ડાયાબિટીસનો સામનો કરી રહ્યા છો તો તમારે દૂધને બદલે જામફળના પત્તાની ચા બનાવીને પીવી જોઇએ.

જ્યારે આપણા શરીરમાં ટોક્સિજનની માત્રા વધી જાય છે ત્યારે ચહેરા પર ખીલ-ડાઘ વગેરે જોવા મળે છે પરંતુ જો તમે જામફળના પત્તા ની ચા બનાવીને પીઓ છો તો તેમાં ટોક્સિન બહાર કાઢવાના ગુણો હોય છે જેનાથી તમારા ચહેરા ઉપર ખીલ ડાઘ જોવા મળતા નથી અને ચહેરો એકદમ ચમકદાર બનાવી શકાય છે. આ સિવાય જો તમે જામફળના પત્તાનો લેપ બનાવીને ખીલ પર લગાવો છો તો પણ બે દિવસમાં ખીલ દૂર થઇ જાય છે.

શિયાળાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા વધી જતી હોય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો તમારે જામફળના પત્તાની ચા બનાવીને પીવી જોઇએ. તેમાં ઔષધિય ગુણ મળી આવે છે જે વાળ ખરવાની સમસ્યાથી તમને ઝડપી ધોરણે છુટકારો અપાવે છે.

Team Dharmik