જો મોઢામાં વારંમ વાર પડતી હોય ચાંદી તો આજે જ અપનાવો આ રામબાણ ઈલાજ, બે-ત્રણ દિવસમાં જ પડવા લાગશે ફરક

મોઢામાં ચાંદી પડવી એ બધા લોકોની સામાન્ય સમસ્યા છે. મોઢામાં પડેલી ચાંદી ખાવા-પીવામાં સમસ્યા ઉભી કરે છે. તેને ઘરેલુ નુસખાની મદદથી ચાંદીને મટાડી શકાય છે. બજારમાં મોઢામાં પડેલી ચાંદી દૂર કરવા માટે ઘણી બધી રીતની દવાઓ મળે છે પરંતુ ઘણી વખત આ દવાઓની આડ અસર પણ થતી હોય છે. તેવામાં ઘરેલુ ઉપાય કરવો યોગ્ય છે.

ચાંદી વધારે પડતી ગાલની પાછળ, હોઠ, જીભની નીચે અને મોઢાના ઉપરના ભાગમાં થતી હોય છે. કેટલાક લોકો મોઢામાં ચાંદી પડવાના દરેક થોડા દિવસે હેરાન થતા હોય છે. સાચી રીતે ઈલાજ ના થવાના કારણે વરંમ વાર સમસ્યા થતી હોય છે.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જે લોકોની કબજિયાતની સમસ્યા હોય તેવા લોકોને મોટાભાગે મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય છે. ચણોઠીનો ઉપયોગ કરીને તમે મોઢામાં પડતી ચાંદીનો અસરકારક ઇલાજ કરી શકો છો.

જે લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા હોય તેવા લોકોએ ચણોઠીના પાનને મોઢામાં મૂકીને તેને ધીમે ધીમે ચાવીને તેનો રસ મોઢામાં ફેળવવાથી ખૂબ જ રાહત મળે છે. મોઢામાં ચાંદા પડવાનું મુખ્ય કારણ કબજીયાત છે તેથી પહેલા કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવો જોઈએ.

કબજીયાતની સમસ્યાને દૂર ન કરીએ અને મોઢામાં પડેલા ચાંદાના કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરીએ તો તેમાં આપણને યોગ્ય રાહત મળતી નથી. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી આપણી કબજીયાત થીક નહીં થાય ત્યાં સુધી આપણને મોઢામાં પડતાં ચાંદાની સમસ્યા ઠીક નહીં થાય.

મોઢામાં પડતાં ચાંદાને જડમૂળમાંથી દૂર કરવા માટે આપણા નાના અને મોટા આંતરડાને સ્વચ્છ રાખવા ખૂબ જ જરૂરી છે. કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે દિવેલ ખૂબ જ રામબાણ ઇલાજ માનવામાં આવે છે. જ્યારે તમે સવારે ચા પીવો ત્યારે ચામાં એક ચમચી દિવેલ નાખીને નિયમિતરૂપે તેનું સેવન કરવું જોઈએ.

આયુર્વેદમાં જણાવ્યા અનુસાર નિયમિત રીતે સવાર-સાંજ બે દિવસ સુધી દિવેલનું સેવન કરવાથી જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા હોય તે લોકોને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. જે લોકો ચા ન પીતા હોય તેવા લોકોએ એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી દિવેલ નાખીને તેનું સેવન કરવું જોઈએ.

આ ઉપાય કરવાથી તમારા આંતરડામાં જે કંઈ પણ મળ જમા થયો છે તે તરત જ બહાર નીકળી જશે અને કબજિયાતમાં રાહત મળશે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર જો તમારું પેટ બરાબર સાફ થઈ જશે તો મોઢામાં પડતાં ચાંદા આપોઆપ મટી જશે.

કબજિયાત દૂર થઈ જશે તો મોઢામાં પડતી ચાંદી પણ દૂર થઈ જશે અને સાથે જ ચણોઠીના પાનને ચાવી ચાવીને તેનો રસ ધીમે ધીમે મોઢામાં ફેરવીને પેટમાં ઉતારવો જોઈએ. આવું કરવાથી પણ મોઢામાં પડતાં ચાંદા તરત મટી જાય છે.

Team Dharmik