શું હોય છે પૂજામાં નારિયેળ ખરાબ નીકળવાનો અર્થ? ભગવાન આપે છે ખુબ મોટો સંકેત

ભારતની સંસ્કૃતિમાં નાના નાના અવસરો પર પૂજા પાઠ કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ અને ધાર્મિક શાસ્ત્રોના આધારે નારિયેળ(શ્રીફળ)વગર પૂજા અધૂરી માનવામાં આવે છે માટે દરેક પૂજામાં નારિયેળનો સમાવેશ તો હોય જ છે.

આ સિવાય નારિયેળને ઘરના આંગણામાં ફોડીને શુભ કાર્ય કરવામાં આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે નારિયેળ ફોડ્યા પછી તે અંદરથી ખરાબ નીકળે છે. શુભકાર્યોમાં નારિયેળનું ખરાબ નીકળવું અશુભ માનવામાં આવે છે.

નારિયેળ ખરાબ નીકળવાથી લોકો ચિંતામાં આવી જાય છે અને વિચારે છે કે એવું તેનો અર્થ એ તો નથી ને કે ભગવાન આપણાથી નારાજ છે? આ સિવાય નારિયેળ ખરાબ નીકળવું પૂજા અધૂરી માનવામાં આવે છે. જો કે આવું વિચારવું એક ખોટી માન્યતા છે.

શાસ્ત્રોના આધારે નારિયેળનું ખરાબ નીકળવાનો અર્થ ભગવાનનું નારાજ થવું નહિ પણ પ્રસન્ન થવાનું માનવામાં આવે છે. નારિયેળ અંદરથી એકદમ પાકી ગયું છે માટે તે ખરાબ થઇ ગયું છે, માટે અર્થ એવો થાય છે કે તમારી ઈચ્છાની પૂર્તિ થવાનો પણ સમય આવી ગયો છે અને હવે તમારી પણ ઈચ્છા પુરી થશે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

માનવામાં આવે છે કે જે પણ થાય એ સારા માટે જ થાય છે માટે તમારે ઘભરાવવાની કોઈ જ જરૂર નથી કેમ કે નારિયેળ ખરાબ નીકળવું તમારા માટે શુભ સંકેત જ છે.

Team Dharmik