સૌરાષ્ટ્રની ધરતી ઉપર જેના પરચાઓ આજે પણ જોવા મળે છે એવા રાંદલ માતાજી ઇતિહાસ જાણો

આજે વાંચો સૌરાષ્ટ્રની ધરતી પર રાંદલમાતાજીના ચમત્કાર, તમારા હૃદયમાં બની રહેશે અતૂટ શ્રદ્ધા

આપણો દેશ એક ધાર્મિક દેશ છે અને દેશની ઘણી જગ્યાઓએ ઘણા દેવી દેવતા હોવાના પરચાઓ આજે પણ મળતા આવ્યા છે. એવા જ એક દેવી રાંદલ માતાજીનો ઇતિહાસ પણ ખુબ જ ચમત્કારિક છે. તેમના પરચાઓ આજે પણ જગ વિખ્યાત છે. કોઈપણ શુભ પ્રસંગે રાંદલ માતાજીને તેડાવવાની વિધિ આજે પણ ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. તો ચાલો જાણીએ કાઠિયાવાડની ખમીરવંતી ધરતી ઉપર ગોંડલની બાજુમાં આવેલા ગામ દડવામાં બિરાજેલા માતા રાંદલના ઇતિહાસ વિશે.

દડવા ગામમાં રાંદલ માતાજી બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. અને આજે પણ અહીંયા માતાજીના પરચાઓ જોવા મળે છે. ભક્તો માતાજીના દર્શને આવે છે અને માતાજી પોતાના ભક્તોના દુઃખ દૂર કરતા હોવાના પુરાવા પણ આ ગામમાંથી મળે છે.

વર્ષો પહેલા એકવાર સૌરાષ્ટ્રના ગામમાં દુકાળ પડે છે. માલધારીઓ તેનાથી રક્ષણ મેળવવા માટે ટીમ્બામાં વસવાટ કરે છે ત્યારે એક નાની બાળકી ગામમાં પ્રવેશે છે અને તેમના પગલે અલૌકિક ચમત્કારો થવા લાગે છે. અપંગ, આંધળા અને કોઢથી પીડાતા લોકો સાજા સમા થઇ જાય છે. પરંતુ તે છતાં પણ કોઈ તેમને ઓળખી નથી શકતું, એ સાક્ષાત મા રાંદલ હોય છે.

માતાજી તેમની ઓળખ થઇ શકે તે માટે કોઈ અનન્ય લીલા ગ્રામજનો સમક્ષ પ્રગટ કરવાનું નક્કી કરી છે. માતાજી માલધારીઓ પાસેથી દૂધ અને ઘી લઈને બાજુના ધૂતારપુર ગામમાં જાય છે. જ્યાં રાજાના સૈનિકો એ 16 વર્ષની કન્યાની સુંદરતા જોઈને અંજાઈ જાય છે. આ વાત તેઓ રાજાને કરે છે અને રાજા પોતે જ માલધારીઓ પાસે એ કન્યાને જોવા માટે જાય છે.

રાજા તે સુંદર કન્યાને જોતા જ મોહિત થઇ જાય છે અને તેને પોતાની સાથે લઇ જવા માટે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારવા લાગે છે. આ દૃશ્ય જોઈને માતાજી ક્રોધિત થાય છે અને પોતાની પાસે રહેલા વાછરડાને રૌદ્ર રૂપ ધારણ કરાવી રાજાની સેનાનો નાશ કરાવે છે. જે જોઈને ગ્રામવાસીઓ ખુશ થાય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવે છે. ત્યારથી આ ગામને દડવા તરીકે ઓળખવામાં આવે છે.

ત્યારબાદ માતાજી ગ્રામજનોને વચન આપે છે કે જે પણ ભક્ત તેમની સાચાં તન મનથી પ્રાર્થના કરશે, સેવા કરશે તેના તમામ દુઃખો માતાજી દૂર કરશે. અને જેના પ્રતાપે આજે પણ દડવા ગામનું મહત્વ ખુબ જ છે. દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે.

રાંદલ મા દુઃખીઓના દુઃખ દૂર કરે છે, રોગીઓના રોગો દૂર કરે છે, કોઢીઓના કોઢ મટાડે છે, અપંગોને સાજા કરે છે, નેત્રહીનને નવી દૃષ્ટિ આપે છે.

બોલો રાંદલ માતાજીની જય !!! જય રાંદલ મા !!!

Dharmik Duniya Team