પુરુષો અને સ્ત્રીઓ જો આ વાતો માનશે તો માતા લક્ષ્મીજીની સીધી કૃપા રહેશે

માતા લક્ષ્મીજીની આ વાત માની લો, અબજોપતિ થઇ જશો

આજના સમયમાં બધા લોકો પૈસાની પાછળ ભાગે છે. દરેક વ્યક્તિ એમ જ ઈચ્છે છે કે ઓછા સમયમાં જલ્દીથી વધારે પૈસા કમાય. એવો કોઈ વ્યક્તિ નહિ હોય કે જેને પૈસા કમાવવાનો મોહ ના હોય, લગભગ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે જલ્દીથી ધનવાન બની જાય.

આપણે બધા જ સારી રીતે જાણીએ છીએ કે ઘરમાં ધન હોવા માટે માતા લક્ષમીનો ઘરમાં વાસ હોવો ખૂબ જ જરૂરી છે. અને જયારે લક્ષ્મી માતા ઘરમાં રહે છે ત્યારે ઘરમાં સંપત્તિ આવે છે અને કોઈ વસ્તુની કમી નથી રહેતી.

કુબેરને ધનના રક્ષક માનવામાં આવે છે, ત્યારે લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મીજી ચંચળ સ્વભાવના હોય છે અને તે ચંચળ સ્વભાવને લીધે એક સ્થાન પર નથી રહેતા. પુરાણો અનુસાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. શાસ્ત્રોમાં પણ જણાવાયું છે કે જો તમે માતા લક્ષ્મીની આરાધના કરી તેમને ખુશ કરો તો મહાલક્ષ્મીની કૃપાથી તમારે જીવનમાં ધનને લઈને કોઈ પણ તકલીફ નહી ભોગવવી પડે.

મનુષ્યની આદતો પ્રમાણે લક્ષ્મીજી પ્રભાવિત થાય છે. બધા લોકોમાં અલગ-અલગ લાક્ષણિકતાઓ જોવા મળે છે અને તેમની આદત પણ અલગ-અલગ હોય છે. આજે અમે તમને સ્ત્રી અને પુરુષના એવા લક્ષણો વિશે જણાવશું કે જો આ લક્ષણો કોઈ ઘરના સ્ત્રી કે પુરુષમાં હશે તો તેમના ઘરમાં મહાલક્ષ્મીજી વાસ કરશે.

પુરુષોમાં આ લાક્ષણિકતા હોવી જોઈએ:

જે ઘરમાં પુરુષો ઉદારતા, માફ કરવાવાળા અને સંતોષ રાખે તેવા હોય તો તેમના પરિવાર ઉપર માતા લક્ષ્મીજી હંમેશા દયાળુ બની રહે છે.

જે પુરુષ જલ્દી ગુસ્સે નથી થતા અને જે પોતાની પત્નીને લક્ષ્મી સમાન દરજ્જો આપે છે, અને ઘરની સ્ત્રીઓને સન્માન આપે છે, એવા પુરુષના ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે. જે કાર્યકુશળ હોય અને ભાગ્ય દ્વારા સોંપવામાં આવેલા કાર્યને કુશળતાથી પૂરું કરે અને પોતાના પરિવારને મુશ્કેલીઓથી બચાવે છે, એવા ઘરમાં લક્ષ્મી નિવાસ કરે છે.

જો કોઈપણ ઘરમાં પુરુષ પોતાના મનમાં કોઈ પણ પ્રકારની નકારાત્મકતા નથી રાખતો અને તે ઓછું બોલે છે અને તે કાયમ ખુશ રહે છે તો તેમના ઘરે મહાલક્ષ્મીજી નિવાસ કરશે. જે ઘરમાં પુરુષ પોતાનું કામ નક્કી કરેલ સમયમાં ઈમાનદારીથી પૂરું કરતો હોય તો તેને પર માતા લક્ષ્મીજીની કૃપાથી ધનની અછત નહીં થાય.

જે પુરુષ ખરાબ સમયમાં ધૈર્ય બનાવી રાખે અને મુશ્કેલ સમયમાં પોતાની શહનશીલતાનો પરિચય આપે છે તેમના પર માતા લક્ષ્મીજીની કૃપા બની રહેછે.

મહિલાઓમાં આ લક્ષણ હોવા જોઈએ:

જે સ્ત્રી હંમેશા પતિ સાથે મીઠી ભાષામાં વાત કરે અને કડવા શબ્દોનો પ્રયોગ ન કરે એ ઘરમાં લક્ષ્મીજી હંમેશા રહે છે. જે ઘરની સ્ત્રીને ઘરના બધા જ કામો આવડતા હોય અને કુશળતાથી બધા જ કામો કરી શકતી હોય અને જેને પોતાની જવાબદારીઓનું ભાન હોય એ ઘરમાં ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી.

જે ઘરની મહિલાઓ કોઈ પણ વાત અહીંથી તહીં ન કરતી હોય તેવી મહિલાઓને દરેક જગ્યાએ સમ્માન મળે છે.

જે ઘરની મહિલામાં ક્ષમાશીલતાનો ગુણ હોય છે અને કોઈના દ્વારા ખોટો વ્યવહાર કરવા પર પણ તેને સરળતાથી માફ કરી દે છે તો તે ઘરમાં કાયમ માતા મહાલક્ષ્મીજી રહે છે. જે ઘરની મહિલાનો સ્વભાવ ગરમ ન હોય તો તે ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે. જો કોઈ ઘરમાં મહિલાનો સ્વભાવ ગરમ હોય તો તે ઘરમાં માતા લક્ષ્મીજી રહેતા નથી.

જે ઘરની મહિલા મીઠું બોલે છે અને પોતાના શબ્દોથી કોઈને દુઃખી નથી કરતી તેવા ઘરમાં માતાજીની કૃપા વર્ષે છે.

તમે સાંભળ્યું હશે કે ઘર મહિલાઓથી જ પૂરું થાય છે. મહિલાઓની સહનશક્તિના લીધે જ પરિવાર સારી રીતે ચાલે છે, આ માટે મહિલા સહનશીલ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઘર પરિવારના હિતમાં જ વિચારે છે.

જો આવા ગુણ કોઈ મહિલા અને પુરુષમાં હોય તો સમજી લેવું તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીજીનો વાસ છે અને તમને કોઈ પણ વસ્તુની તકલીફ નહીં થાય.

Duniya Dharmik