આ પ્રેમીએ પ્રાર્થનાની લાશ સાથે કરી નાખ્યા લગ્ન, કહ્યું કે આજીવન લગ્ન નહિ કરું, ખાધી કસમ, રડાવી દેશે કહાની

આજે પ્રેમમાં લોકો મોટી મોટી વાત અને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, પરંતુ નિભાવતા બહુ ઝૂઝ હોય છે. થોડા સમય પહેલા જ પોતાના માતા-પિતા, પરિવાર અને શહેર છોડીને પોતાના પ્રેમી આફતાબ સાથે લિવ ઇનમાં રહેતી પ્રેમિકા શ્રદ્ધાની શું હાલત આફતાબે કરે તે આખો દેશ જાણે છે, પ્રેમિકા શ્રદ્ધાના 35 ટુકડા કરતા પ્રેમી આફતાબનું કાળજું પણ ના કંપ્યું.

ત્યારે આ દરમિયાન તેનાથી એકદમ વિપરીત કહાની પણ સામે આવી રહી છે. જેમાં એક પ્રેમીએ પોતાની મૃત પ્રેમિકા સાથે લગ્ન કર્યા અને તેને દુલ્હન બનાવીને અંતિમ વિદાય આપી. આ પ્રેમ કહાની પણ ઘણા લોકોની આંખોમાં આંસુઓ લાવી રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં પ્રેમી તેની પ્રેમિકાની લાશ સાથે વળગી અને અને ધ્રુસકે ધ્રુસકે રડતો પણ જોવા મળી રહ્યો છે.

આ કહાની સામે આવી છે આસામના ગોવાહાટીમાંથી. જ્યાં પ્રાર્થના નામની યુવતીનું ગંભીર અને અસાધ્ય બીમારીના કારણે મોત થઇ ગયું, આ વાત તેનો પ્રેમી બીટુપન સહન ના કરી શક્યો. પ્રાર્થના અને બીટુપન લગ્ન પણ કરવાના હતા, જેના માટે તેના પરિવારજનો પણ તૈયાર હતા. પરંતુ આ દરમિયાન જ પ્રાર્થના આવી અસાધ્ય બીમારીની ચપેટમાં આવી ગઈ અને આ બીમારીએ જ તેનો ભોગ લઇ લીધો.

જેના બાદ તેના પ્રેમી બીટુપને નક્કી કર્યું કે તે પ્રાર્થનાની અંતિમ ઈચ્છા તે પૂર્ણ કરેશે અને તેના મૃત્યુ બાદ પણ તેની સાથે લગ્ન કરશે. પ્રાર્થનાનો ભાઈ તેને આમ ના કરવાનું કહેતો હતો. પરંતુ બિટુપનના પ્રેમ અને પ્રાર્થનાની અંતિમ ઈચ્છા આગળ પરિવારજનોને પણ ઝુકવુ પડ્યું અને તેને પ્રાર્થનાની લાશ સાથે જ લગ્ન કર્યા. પ્રાર્થનાના ભાઈએકહ્યું કે મારી બહેન બહુ જ કિસ્તમ વાળી હતી જેને બીટુપન પ્રેમ કરતો હતો. તેને બહેનની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ કરી.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બીટુપન પ્રાર્થનાની લાશ પાસે છે અને તેના સેંથામાં સિંદૂર ભરે છે, જેના બાદ તેને મંગળસૂત્ર પણ પહેરાવે છે. પછી તે પ્રાર્થનાની લાશ પાસે સુઈ પણ જાય છે અને તેને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ બંનેની પ્રેમ કહાની આંખોમાં આંસુઓ લાવી દેનારી છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પણ તેમની આ પ્રેમ કહાની ખુબ જ વાયરલ થઇ રહી છે. સાથે જ બીટુપને એવી કસમ પણ ખાધી કે તે આજીવન લગ્ન નહિ કરે.

Dharmik Duniya Team