પોષી પૂનમના દિવસે શા કારણે નડિયાદના સંતરામ મંદિરમાં ઉછારવામાં આવે છે હજોર મણ બોર ? વાંચો સંપૂર્ણ માહાત્મ્ય

પોષી પૂર્ણિમાનું એક ખાસ મહત્વ રહેલું છે, આજરોજ વહેલી સવારથી જ નડીઆદના સંતરામ મંદિર ખાતે મેળા જેવું વાતાવરણ સર્જાયેલું રહેશે, આજે હજારો ભક્તો મંદિરના પરિસરમાં આવીને બોરની ઉછામણી કરવાના છે. તેની પાછળ પણ એક ધાર્મિક મહત્વ રહેલું છે. શું છે આ ધાર્મિક મહત્વ ચાલો જાણીએ..

તોતડું બોલતા કે સાવ ના બોલતા બાળકો પણ થઇ જાય છે બોલતા:
સંતરામ મંદિરમાં આજના દિવસે ખાસ બોર ઉછાળવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવી છે, ભક્તોની સંતરામ મંદિરમાં એક આસ્થા એવી રહેલી છે કે પોષી પૂનમના દિવસે મંદિરમાં આવી બોર ઉછાળવાની માનતા રાખવામાં આવે તો ના બોલતું બાળક પણ બોલતું થઇ જાય છે અને જો કોઈ બાળક તોતડું બોલતું હોય તો તે પણ વ્યવસ્થિત કડકડાટ બોલતું પણ થઇ જાય છે, મોટાભાગના શ્રદ્ધાળુઓની આ માનતા સાચી પણ પાડવાના ઉદાહરણો સામે આવે છે જેના કારણે દર વર્ષે પોષી પૂનમના દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જામે છે અને દુરદુરથી શ્રદ્ધાળુઓ તેમજ આસપાસના ગામોના ભાવિક ભક્તો આજે મંદિરના પરિસરમાં સવારથી જ ભેગા થઈને બોર ઉછળતા હોય છે.

ગઈકાલે સાંજથી જ મંદિરની બહાર બોર વેચવાવાળાની સંખ્યામાં વધારો થઇ જાય છે, વેપારીઓ પાથરણા અને લારીઓમાં જથ્થાબંધ બોર લાવીને આગળના દિવસે સાંજથી જ પોતાની જગ્યા નક્કી પણ કરી લેતા હોય છે, આ દિવસે બોરના ભાવમાં પણ સામાન્ય દિવસ કરતા ખાસ્સો એવો વધારો જોવા મળે છે, છતાં પણ શ્રદ્ધા આગળ કિંમતનું કોઈ મહત્વ નથી હોતું તેમ આજના દિવસે ભક્તો બોર ખરીદી અને ઉછળતા હોય છે.સંતરામ મંદિર, નડીઆદમાં ખાસ આજના દિવસે કેટલાક ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, મંદિર તરફથી ભક્તોને અગવડ ના પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. સંતરામ મંદિરમાં ભક્તોને ઘણી જ શ્રદ્ધા છે માટે આ દિવસે ભક્તો દુરદુરથી આવી અને પોતાની માનતાઓ પૂર્ણ કરતા હોય છે. આસપાસના ગામોમાં પણ સંતરામ મંદિરનું મહત્વ વધારે રહેલું છે.

આ એક શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે, ના માનનારા આ બાબતોને અંધશ્રદ્ધા પણ માનતા હશે પરંતુ જેને નજરે જોયું છે, અનુભવ્યું છે, જેની માનતાઓ ફળી છે તે લોકોને તો અપાર શ્રદ્ધા છે, વર્ષોથી ચાલ્યા આવતા આ આસ્થાના પર્વમાં આજે પણ હજારો ભક્તો આવીને પોતાની મનોકામના પૂર્ણ થયાનો સંતોષ માણે છે.


નડિયાદના સંતરામ મંદિરનું એક આગવું માહાત્મ્ય છે. અહીંયા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે પોષી પૂર્ણિમાના દિવસે ખાસ પોતાની માનતા પૂર્ણ કરવા માટે ભક્તો આવે છે, અને રાજીના રેડ થઈને પરત ફરે છે. જય મહારાજ !!!

Dharmik Duniya Team