શિવજીના સિવાય આ દેવતાઓને મનાવવાથી મળશે પ્રેમ, આવી રીતે કરો પ્રસન્ન

આ સંસારમાં દરેક કોઈને સારા જીવનસાથીની શોધ રહે છે, દરેક કોઈ ઇચ્છતું હોય છે કે તેને પોતાનો ઈચ્છીત પ્રેમ મળે જે તેની ભાવનાઓને સમજે. જો કે ઘણીવાર લોકોને પોતાની ઇચ્છાનુસાર પ્રેમ નથી મળતો.

જો તમે આ દેવતાઓને પ્રસન્ન કરી લેશો તો તમને પણ શુભ પરિણામ મળશે. આજે અમે તમને એવા દેવતાઓ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જેને પ્રેમના દેવતા માનવામાં આવે છે, તેને પ્રસન્ન કરીને તમે પણ પ્રેમ મેળવી શકશો. આવો તો જાણીએ આ દેવતાઓ વિશે.

1. ભગવાન શિવજી:
દેવોના દેવ મહાદેવ સૌથી શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તે કોઈ વ્યક્તિથી પ્રસન્ન થઇ જાય તો તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થઇ જશે. ભગવાન શિવજી અને દેવી પાર્વતીને સૃષ્ટિને સૌથી પ્રેમિત જોડી માનવામાં આવે છે. સૌથી પહેલા પ્રેમ વિવાહ પણ શિવ અને પાર્વતીજીએ જ કર્યા હતા. જો મહિલાઓને પોતાના મનપસંદ પતિની કામના છે તો આવી સ્થિતિમાં ભગવાન શિવજીની આરાધના ચોક્કસ કરો. મહાશિવરાત્રી અને સોમવારના દિવસે છોકરીઓ ઈચ્છીત પતિ મેળવવા માટે ભગવાન શિવજીની પૂજા કરી શકે છે.

2. ભગવાન શ્રી કૃષ્ણ:
હિન્દૂ ધર્મની માન્યતાઓના આધારે ભગવાન શ્રીકૃષ્ણજી રાસ અને રોમાંસના દેવતા માનવામાં આવ્યા છે. જો તમે સાચા પ્રેમની શોધમાં છો તો તમે ભગવાન કૃષ્ણજીની આરાધના ચોક્કસ કરો. ભગવાન કૃષ્ણની સાથે સાથે રાધાજીની પણ પૂજા કરો. આવું કરવાથી તમને ઈચ્છીત જીવનસાથી મળશે અને બંન્ને વચ્ચે પ્રેમ પણ બનેલો રહેશે.

3. કામદેવ:
કામદેવ પ્રેમના દેવતા માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ શાસ્ત્રોના આધારે કામદેવને પ્રેમ અને આકર્ષણના દેવતા કહેવામાં આવ્યા છે. કામદેવના લગ્ન રતિ નામની મહિલા સાથે થયા હતા, જે પ્રેમ અને આકર્ષણની દેવી માનવામાં આવે છે. કામદેવની તુલના હંમેશા ગ્રીક દેવતા ઇરોઝ સાથે કરવામાં આવે છે. કામદેવને એવા દેવતા માનવામાં આવ્યા છે જે આપણી દરેક હસરતો, પ્રેમ અને વાસના માટે જવાબદાર છે. યુવા અને સુંદર કામદેવ ભગવાન બ્રહ્માજીના પુત્ર માનવામાં આવ્યા છે. કામદેવને પ્રસન્ન કરવાથી તમારા જીવનમાં પ્રેમના અંકુરો ફૂટશે.

4. શુક્ર:
જો જીવનમાં પ્રેમ મેળવવા માંગો છો તો શુક્ર ગ્રહનો પ્રભાવ હોવો જરૂરી છે. જો તમારી કુંડળીમાં શુક્રગ્રહની સ્થિતિ મજબૂત છે તો તમને પ્રેમમાં પણ સફળતા મળશે. પતિ-પત્ની, પ્રેમ-સંબંધ, ભોગ-વિલાસ, આનંદ વગેરેના કારક શુક્ર ગ્રહ માનવામાં આવ્યા છે. જો શુક્ર તમારા પર મહેરબાન રહેશે તો તમારા જીવનમાં પ્રેમની પુર્તિ થશે.


5. રતિ:
પ્રજાપતિ દક્ષની દીકરી રતિ માનવામાં આવે છે. તે ભગવાન કામદેવની સહાયક છે. રતિ પ્રેમ, હસરત, વાસનાની દેવી માનવામાં આવી છે. જો તમે પણ જીવનમાં ઈચ્છીત પ્રેમ મેળવવા માંગો છો તો તમે રતિની પૂજા કરીને પ્રસન્ન કરી શકો છો જે તમારા જીવનમાં પ્રેમની પુર્તિ કરશે.

Team Dharmik