10 સપ્ટેમ્બરથી-25 સપ્ટેમ્બર સુધી રહેશે પિતૃપક્ષ, ભૂલથી પણ આ 15 દિવસોમાં ના કરશો આ કામ નહીંતર થશે પિતૃદોષ

10 સપ્ટેમ્બરથી શરૂ થશે પિતૃપક્ષ, આ ઉપાયોથી મેળવો પિત્રુઓના આશીર્વાદ અને પિતૃદોષથી મુક્તિ

હિન્દૂ ધર્મની માન્યતાના આધારે પિતૃપક્ષનું પણ વિશેષ જણાવવામાં આવ્યું છે. હિન્દૂ પંચાગના આધારે આ વર્ષે પિતૃપક્ષ આવનારી 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. દરેક વર્ષે ભાદ્રપક્ષ માસથી શુક્લ પક્ષની પૂર્ણિમાથી પિતૃપક્ષની શરૂઆત થાય છે. એવામાં આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂઆત થઈને 25 સપ્ટેમ્બર સુધી રહેશે. પિતૃપક્ષ ભાદ્રમાસની પૂર્ણિમા તિથિથી શરૂઆત થાય છે અને આશ્વિન માસની અમાસે પૂર્ણ થાય છે.

પિતૃપક્ષમાં લોકો પોતાના પૂર્વજો કે પિતૃઓને યાદ કરે છે અને તેના નામ પર તેના નિધનની તિથિ પર શ્રાદ્ધ કરે છે. હિન્દૂ ધર્મ શાસ્ત્રોના આધારે પિતૃપક્ષ પિતૃઓને પિંડદાન કરવા માટે સમર્પિત થાય છે. પિતૃપક્ષ દરમિયાન અમુક એવા શુભ કાર્યો જેવા કે લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને નવી વસ્તુઓની ખરીદારી કરવી અશુભ માનવામાં આવે છે.જો કે પિતૃપક્ષમાં અમુક એવા ઉપાયો પણ દર્શાવવામાં આવ્યા છે જેનાથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે.

આ વર્ષે પિતૃપક્ષનું વિસર્જન 25 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આ 15 દિવસોમાં પિતૃઓની પૂજા, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. જેનાથી પિત્રુઓની આત્માને શાંતિ મળે છે અને પિતૃદેવ પ્રસન્ન થાય છે.  દરેક પિતૃઓએ અમાસના દિવસે પાણીમાં કાળા તલ, સફેદ ચંદન, સફેદ ફૂલ પીપળાના મૂળમાં ચઢાવવા જોઈએ. ઝાડની પાસે શુદ્ધ દેશી ઘી નો દીવો પ્રગટાવો અને ‘ૐ સર્વ પિતૃ દેવાય નમઃ’ મંત્રનો જાપ કરો.

આ સાથે ઘરની દક્ષિણ દિશામાં પિતૃઓનો ફોટો લગાવીને તેના પર ફૂલોની માળા ચઢાવો, જેનાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને પિતૃદોષથી મુક્તિ મળશે. આ સિવાય પિતૃઓની તિથિ પર જરૂરિયારતમંદ કે બ્રહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપવાથી પણ આશીર્વાદ મળે છે.

એવું પણ માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં શુભ કાર્યો કરવાથી પિતૃયોને કષ્ટ પડે છે અને આ સિવાય પિતૃઓનું શ્રાદ્ધ ન કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત નથી થતી. પિતૃપક્ષમાં પિંડદાનની સાથે સાથે કર્મહેતુ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનું પૂજા પરવાથી પ્રેતથી પિતૃયોનિમાં જવા માટેના રસ્તાઓ ખુલી જાય છે અને સાથે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.

માન્યતાના આધારે કાગડાઓ પિતૃઓનું રૂપ માનવામાં આવે છે. શ્રાદ્ધ ગ્રહણ કરવા માટે કાગડાઓ પિતૃઓનું રૂપ ધારણ કરીને નિયત તિથિ પર બપોરના સમયે ઘરે આવે છે, માટે પિતૃપક્ષમાં કાગડાઓને શ્રાદ્ધ આપવામાં આવે છે. પિતૃપક્ષના સમાપ્તિના પછીના દિવસે એટલે કે 26 સપ્ટેમ્બરના રોજ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

Team Dharmik