પીપળાના પાનના આ સરળ ઉપાયથી કરો હનુમાનજીને પ્રસન્ન, દૂર થશે જીવનની તમામ સમસ્યાઓ અને મળશે સુખ-સમૃદ્ધિ

ધાર્મિક માન્યતાઓના આધારે મહાબલી બજરંગબલીને જાગૃત દેવ માનવામાં આવે છે. એ તો બધા જાણે જ છે કે હનુમાનજીને અમરત્વનું વરદાન મળેલું છે, એવામાં હનુમાનજી આજે પણ ક્યાંક ને ક્યાંક જીવિત છે અને સાચા મનથી તેની અર્ચના કરતા લોકોની સમસ્યાઓનું નિવારણ કરે છે. રામાયણ અને મહાભારતમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધાર્મિક માન્યતાઓના આધારે હનુમાનજીને મંગળ ગ્રહના અધિષ્ઠતા માનવામાં આવ્યા છે. ધર્મ ગ્રંથોના આધારે મંગળવારના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો માટે મંગળવારે હનુમાજીની પૂજા કરવી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

મંગળવારના દિવસે હનુમાનજીનું વ્રત રાખીને અને તેની સાચા મનથી સેવા ભક્તિ કરવાથી જીવનની દરેક ઈચ્છાઓ પુરી થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે.જો કે શનિવારે પણ હનુમાનજીની પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકાય છે અને આશીર્વાદ મેળવી શકાય છે. હિન્દૂ શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને પણ ખુબ મહત્વ આપવામાં આવ્યું છે, પીપળના વૃક્ષમાં દરેક દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે.એવામાં પીપળાના પાનનો આ નાનો એવો ઉપાય કરવાથી ભગવાન હનુમાનની કૃપા મેળવી શકાય છે.

શનિવાર અથવા મંગળવારના રોજ પીપળાના 11 અખંડિત પાન તોડી લાવો અને તેને પાણી કે ગંગાજળથી સ્વચ્છ કરીને તેના પર કુમકુમ કે ચંદનથી શ્રીરામનું નામ લખો.જેના પછી આ પાનને હનુમાનજીના મંદિરમાં જઈને અર્પણ કરી દો અને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરો. હનુમાનજી શ્રીરામના ભક્ત છે માટે આ કાર્યથી હનુમાનજી તમારા પર પ્રસન્ન થશે જેનાથી તમારી મનોકામના પણ પૂર્ણ થઇ જશે.

શાસ્ત્રોના આધારે જે વ્યક્તિ પીપળાનું વૃક્ષ વાવે છે તેમને કોઈપણ પ્રકારનું દુઃખ કે સમસ્યા નથી આવતી. પીપળાનું ઝાડ લગાવીને તેને નિયમિત જળ અર્પણ કરવાથી જીવનમાં ધનને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. જેમ જેમ વૃક્ષની વૃદ્ધિ થાય છે તેમ તેમે તમારા જીવનમાં પણ સુખ-સ્મૃદ્ધિઓ વધવા લાગશે. આ સિવાય પીપળાના વૃક્ષ નીચે શિવલિંગની સ્થાપના કરી તેની નિયમિત પૂજા અર્ચના કરવાથી જીવનની સમસ્યાઓનું નિવારણ થાય છે.

Team Dharmik