મોરપીંછ દેખાવમાં જેટલું સુંદર હોય છે, તેટલું જ શુભ પણ છે. જાણો આ 7 ચમત્કારિક ઉપાય

શાસ્ત્રોમાં મોરપીંછનું ખુબ મહત્વ જણાવવામાં આવ્યું છે. મોરપીંછના ઘણા ફાયદાઓ છે. નાનું એવું મોરપીંછ તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે. આવો તો જાણીએ મોરપીંછના ઉપાયો વિશે.

1. ઘરના મુખ્ય દ્વાર પર મોરપીંછ લગાવવું શુભ માનવામાં આવે છે, તેનાથી નકારાત્મક ઉર્જા અને જીવ જંતુ ઘરમાં પ્રવેશ નથી કરતા. ઘરના દરવાજા પર 3 મોરપીંછ લગાવીને ‘ॐ द्वारपालाय नम: जाग्रय स्थापयै स्वाहा’ મંત્ર લખો અને નીચે ગણેશજીની મૂર્તિ પણ લગાવો, જે તમારા ઘરમાં સકારાત્મક્તાનું વહન કરશે.

2. આર્થિક લાભ માટે મંદિરમાં જઈને મોરનું પીંછું રાધા-કૃષ્ણના મુગટ પર લગાવો અને 40 દિવસ પછી આ પીંછુ લઈને તમારા ઘરની તિજોરીમાં રાખી દો. જેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું વહન થશે.

3. ખરાબ નજરથી બાળકને બચાવવા માટે ચાંદીની તાવીજમાં મોરપીંછ રાખીને બાળકને પહેરાવી દો. જેનાથી બાળકને ક્યારેય પણ ખરાબ નજર નહિ લાગે.

4. જો તમારૂ બાળક ખુબ રડી રહ્યું છે, ચીડચીડું છે કે જિદ્દી છે તો ઘરની છત પર મોરપીંછ રાખવાથી બાળકનું ચીડિયાપણું દૂર થઇ જાય છે.

5. જો તમે દુશ્મનોથી ચિંતિત છો તો મોરપીંછ પર હનુમાનજીના મસ્તક પરનું સિંદૂર, મંગળવાર કે શનિવારે તેનું નામ લઈને લગાવી અને સવારે મોં ધોયા વગર જ પીંછાને પાણીમાં પ્રવાહિત કરી દો.

6. ઘરના અગ્નિ ખૂણામાં મોરપીંછ લગાવવાથી વાસ્તુદોષને દૂર કરી શકાય છે. તેના સિવાય ઈશાન ખૂણામાં કૃષ્ણ ભગવાનની છબીની સાથે સાથે મોરપીંછ લગાવીને રાખો.

7. ગ્રહોનો અશુભ પ્રભાવ થવા પર 21 વાર ગ્રહનો મંત્ર બોલીને પાણી છાંટો અને તેને શ્રેષ્ઠ સ્થાન પર સ્થાપિત કરો જ્યા તમે તેને સહેલાઈથી જોઈ શકો.

Team Dharmik