પાટોઉત્સવ દરમિયાન વિશ્વાસી મેલડી આવ્યા દીકરીના ખોળે, કહ્યુ- કોઈને ડરવાની જરૂર નથી હું બેઠી છુ

ગુજરાતની ધરતી પર દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. ઘણા લોકો મેલડી માતાના ભક્ત છે અને ઘણી જગ્યાએ માઁ મેલડીના પવિત્ર સ્થાન પણ આવેલા છે. વર્ષમાં એક પવિત્ર તિથિ પર દેવીઓના પાટોઉત્સવ મનાવવામાં આવતા હોય છે. ત્યારે કેટલાક લોકોના મોઢે તમે એવું સાંભળ્યુ હશે કે માતાજી પાટોત્સવ દરમિયાન ભક્તોને કોઇ પણ રીતે દર્શન આપે છે.

મેલડી માતા

ત્યારે સાયલામાં એક પાટોત્સવ દરમિયાન માતાજીએ એક દીકરીના ખોળે ભક્તોને દર્શન આપ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તો ભાવુક બની ગયા હતા. ત્યારે માં ભગવતી વિશ્વાસી મેલડી આ દીકરીના ખોળીએ રમવા માટે આવ્યા હતા. લોકો આ દ્રશ્ય જોઈને ખુબજ ભાવ-વિભોર બની ગયા હતા. લોકોએ માં વિશ્વાસી મેલડી માતાના આશીર્વાદ લીધા હતા.

દીકરીના મોઢે માતા બોલ્યા કે કોઈને ડરવાની જરૂર નથી હું બેઠી છુ કોઈને તકલીફ નહિ પડવા દઉં, આટલું સાંભળતા સાંભળતા તો બધા ભક્તોની આંખોમાં આંસુ આવી ગયા હતા. લોકો આ દીકરીને ફૂલથી વધાવા લાગ્યા અને તે બાદ બધાએ દીકરીના રૂપના સાક્ષાત વિશ્વાસી મેલડી માતાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ લીધા.

Team Dharmik