મારો પતિ જામનગર ગયો છે, ઘરે કોઈ નઈ હોય, બસ તમે આવી જાઓ આપણે રંગરેલિયું માનવીશુ, સ્વર્ગ જોઈશું, એવું કહીને રાજકોટમાં યુવતીએ…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે, જેમાં કોઇ યુવતિ કે મહિલા દ્વારા કોઇ યુવકને કે આધેડને ફસાવી તેની પાસેથી હજારો-લાખો રૂપિયા પડાવવામાં આવતા હોય છે. હાલમાં જ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતિએ યુવકને મારો પતિ ઘરે નથી કહી હોટલમાં રાત્રિ રોકાણની લાલચ આપી હતી.

જો કે, તેણે પોલિસની ઓળખ આપી બે મોબાઇલ અને રોકડ રકમ સહિત 90 હજાર રૂપિયા પડાવી લીધા હતા. જો કે,  આ બાબતે  પોલિસે એક યુવતિ સહિત 3ની ધરપકડ કરી હતી અને ફરાર 3 આરોપીની શોધ હાથ ધરી હતી.ઘટનાની વિગત તપાસીએ તો, રાજકોટની યુવતિએ લીંબડીના ખંભલાવના યુવકને મારો પતિ ઘરે નથી તેમ કહી રાત્રિ રોકાણની લાલચ આપી હતી અને ગ્રીનલેન્ડ ચોકડી બોલાવ્યો. 

જે બાદ ચોટીલા નજીક હોટલ સુધી પહોંચ્યા બાદ રસ્તામાં પાછળથી 3 યુવકો આવ્યા અને તેમણે પોલિસની ઓળખ આપી જે બાદ રોકડ રકમ અને બે મોબાઇલ સહિત 90 હજાર રૂપિયા પડાવી લીધા હતા. રાજકોટ પોલિસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં જાનકી, જીતુદાન જેસાણી અને રાહુલ નિમાવતનો સમાવેશ થાય છે.


ત્યારે આ હનીટ્રેપનો પ્લાન જામનગરની નિકિતા ગોપીયાણીએ પતિ અને પતિના મિત્રો સાથે મળી કર્યો હતો. લીંબડીના યુવકને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી બોલાવ્યો અને તેને ચોટીલા લઇ ગયા. ત્યાં નિકિતાનો પતિ સંદીપ અને તેના મિત્રોએ કાર રોકી અને પોલિસની ઓળખ આપી ધમકી આપી હતી. આ દરમિયાન યુવક પાસેથી 40 હજારથી વધુની રોકડ અને 45 હજારની કિંમતના બે મોબાઇલ ફોન પડાવી લીધા હતા. ફરિયાદી યુવાને આ બાબતે પોલિસને જાણ કરી હતી અને તે બાદ પોલિસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી 

અને ફરાર આરોપીની શોધ હાથ ધરી હતી.પોલિસે યુવાનોને પ્રેમજાળમાં ફસાવી અને તેમને લૂંટતી એટલે કે હનીટ્રેપનો શિકાર કરતી ટોળકીના ત્રણ સભ્યોને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત ફરાર ત્રણ આરોપીની શોધ હાથ ધરી હતી. પોલિસે ત્રણ આરોપીને 3,51,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને નિકિતા, તેનો પતિ સંદિપ અને જયદિપ ગોહિલની શોધ હાથ ધરી હતી. તમને જણાવી દઇએ કે, આ મામલો 28 ફેબ્રુઆરી 2022નો છે.

પોલિસ અનુસાર નિકિતા લીંબડીના યુવાનોનો સંપર્ક કરતી અને તેની સાથે મિત્રતા કેળવી પતિ ઘરે નથી એમ કહી રાત્રિ રોકાણ માટે હોટલમાં જવાની લાલચ આપતી હતી. આ રીતે હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. તે યુવક સાથે કારમાં બેસી અને તે બાદ પાછળથી ત્રણ યુવાનો આવી પોલિસ તરીકેની ઓળખ આપી અને કેસ રફાદફા કરવા માટે રૂપિયાની માંગ કરતા જે બાદ માર પણ માર્યો હતો. આરોપીઓએ યુવક પાસેથી 8500 રૂપિયા રોકડ અને એટીએમમાંથી 38000 રૂપિયા ઉપાડ્યા હતા જે બાદ તેના 45000ની કિંમતના બે મોબાઇલ પણ આરોપીઓએ પડાવી લીધા હતા.

Team Dharmik