ક્યારેય મહિલાને આ કામ કરતી ન જુઓ, શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે મહાપાપ

આપણે દુનિયાભરમાં સ્ત્રીઓની ખુબ ખરાબ પરિસ્થિતિ જોતા આવ્યા છીએ, તેની પાછળ બહારનું વાતાવરણ પણ જવાબદાર રહ્યું છે. ભારત દેશમાં ઘણા સમયથી સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવામાં આવ્યા છે જ્યા તે પુરુષ સમોવડી બનીને ખેતીકામથી લઈને વ્યાપાર, શાસ્ત્ર અને શસ્ત્રના કામ પણ કરી શકે છે.

જો કે અમૂક વસ્તુઓ એવી પણ છે પુરુષને સ્ત્રીઓથી અલગ કરે છે અને સ્ત્રીઓને એવી રીતે રહેવા પણ દેવી જોઈએ કેમ કે આવું ન કરવા પર પ્રકૃતિનું જ અપમાન થાય છે.

જેવી રીતે સમાજમાં પુરૂષોએ સ્ત્રીઓ પર અમુક નિયમ બનાવી રાખ્યા છે તેવી જ રીતે અમુક નિયમો પુરુષો માટે પણ છે જ જેનું પુરુષોએ ચોક્કસ પાલન કરવું જોઈએ. નહીતો પુરુષો પાપના ભોગી બને છે. એવામાં શાસ્ત્રોમાં એવી ઘણી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે કે આવી હાલતમાં સ્ત્રીઓને જોવી મહાપાપ માનવામાં આવે છે.

જેમ કે કોઈ પુરુષે સ્ત્રીને સ્નાન કરતી વખતે ક્યારેય પણ જોવી ન જોઈએ. આ નિયમ ત્યારે અસ્તિત્વમાં આવ્યો જ્યારે મહિલાઓ સ્નાન કરવા માટે જળાશયોમાં જતી હતી અને ત્યારે અસામાજિક લોકો તેઓને સ્નાન કરતી જોતા હતા. આવું કરવું શાસ્ત્રોમાં મહાપાપ માનવામાં આવ્યું છે અને તેનું ગંભીર પરિણામ પણ ભોગવવું પડી શકે છે.

કોઇપણ વ્યક્તિના શરીરને તેની ઈચ્છા વિરુદ્ધ જોવું પાપ છે અને તેની સજા પણ નિર્ધારિત જ છે માટે કોઈપણ સ્ત્રી જે પોતાના શરીરને પ્રદર્શિત કરવા નથી માંગતી તેઓને સ્નાન કરતી ક્યારેય ન જુઓ. આ સિવાય અમુક નિયમો એવા પણ છે કે પત્નીને લક્ષ્મી સ્વરૂપ માનો, નારીનું સન્માન કરો, બુઢાપામાં માતા-પિતાને સહારો આપો, દીકરીને ક્યારેય દીકરાની તુલનામા ઓછી ન સમજો. જો તમે અજાણતા આવી ભૂલ કરી બેસો તો તમે નવરાત્રીનું વ્રત કરીને આ પાપમાંથી મુક્ત થઇ શકો છો.

Team Dharmik