નવરાત્રી: ખુબ પૈસા કમાવવા છે તો આ 9 દિવસોમાં કરી લો આ ઉપાય, એકવાર ચોક્કસ આજમાવો

માતાજી તમારી તિજોરી ભરી દેશે, આ ઉપાય જરૂર કરો

ટૂંક સમયમાં જ અનેરો અવસર નવરાત્રી આવવા જઈ રહ્યો છે. નવરાત્રી ધનને લગતા વિશેષ ઉપાયો માટે પણ શુભ માનવામાં આવે છે. આ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવામાં નવરાત્રીના દિવસોમાં આ 9 ઉપાયો દ્વારા માતાને પ્રસન્ન કરી શકાય છે, જેથી માતાના આશીર્વાદથી જીવનમાં ખુબ તરક્કી મળે છે. આવો તો જાણીએ આ ઉપાયો વિશે.

1. નવરાત્રીના દિવસોમાં નવ દિવસ હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરવામાં આવે છે.

2. નવરાત્રીના નવ દિવસોમાં અખંડ દીવો રાખવો શક્ય ન હોય તો તમે સવાર-સાંજ ઘી કે તેલનો દીવો માતાજીની સામે ચોક્કસ પ્રગટાવો અને દીવામાં 4 લવિંગ પણ રાખી દો.

3. પાંચ પ્રકારના સૂકામેવા લાલ ઓઢણીમાં રાખીને માતાજીને અર્પણ કરો.

4. દેવી મંદિરમાં લાલ રંગની ધ્વજા(પતાકા, પરચમ,ઝંડા) કોઈપણ દિવસે ચઢાવી શકાય છે.

5. દેવી માં ને તાજા પાનના પત્તા પર સોપારી અને સિક્કો રાખીને અર્પણ કરો.

6. માં દુર્ગાને 7 એલચી અને મિશ્રીનો ભોગ પણ ચઢાવો.

7. માખણીયાની સાથે સિક્કા રાખીને માતાજીને અર્પણ કરો અને ગરીબોમાં વિતરણ કરી દો.

8. નાની કન્યાઓને નાના-નાના પર્સમાં દક્ષિણા રાખીને લાલ રંગના કોઈપણ ગિફ્ટની સાથે ભેટ સ્વરૂપે આપો.

9. નવરાત્રીના દરમિયાન તમારા ઘરમાં સોનુ કે ચાંદીની કોઈપણ શુભ સામગ્રી(સ્વસ્તિક, ॐ, શ્રી, હાથી, કળશ, દીવો, ગરુડ ઘંટી, પાત્ર, કમળ, શ્રીયંત્ર, મુકુટ, ત્રિશુલ)ખરીદો અને દેવી દુર્ગાના ચરણોમાં રાખો અને તેની પૂજા કરો. પછી નવરાત્રીના છેલ્લા દિવસે તે સામગ્રીને ગુલાબી રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. જેનાથી તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

આ 9 કાર્યોમાંથી કોઇપણ એક કાર્ય નવરાત્રરીના દિવસોમાં કરવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે. માતાજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક સંકટો દૂર થાય છે અને જીવનમાં સફળતા જ સફળતા મળે છે.

Team Dharmik