નવરાત્રી-2020 માં ધન-સંપત્તિ અને વૈભવ પ્રાપ્ત કરવાના આ 5 સરળ ઉપાય

જો કે માતાજી પોતાના દરેક સંતાનોને પ્રેમ કરે છે અને આશીર્વાદની સાથે સાથે પોતાની કૃપા પણ બનાવી રાખે છે. જો કે નવરાત્રીના દિવસોમાં આ 5 સરળ ઉપાયોથી માતાજીને પ્રસન્ન કરી શકાય છે. આવો તો જાણીએ આ ઉપાયો વિશે

રોજ ફૂલ ચઢાવો, ખાસ દિવસે કમળનું ફૂલ ચઢાવો.
તમારી સાધનાથી પ્રસન્ન થઈને માતા પોતાના ભક્તને દૈહિક, દૈવિક અને ભૌતિક સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. ભક્તને સુખ-સંપત્તિ અને આરોગ્યનો આશીર્વાદ આપે છે. નવરાત્રીમાં માં દુર્ગાનો આશીર્વાદ મેળવવા માટે પૂજામાં લાલ રંગના ફૂલ માતાને ચઢાવવા જોઈએ. આ સિવાય માતાને જલ્દી જ પ્રસન્ન કરવા માટે નવરાત્રીમાં નવ દિવસોમાંથી કોઈ એક દિવસે કમળનું ફૂલ માતાને જરૂર ચઢાવો. ધનની દેવી માં લક્ષ્મીને કમળનું ફૂલ ખુબ જ પ્રિય હોય છે અને કમળના ફૂલથી પૂજા કરવાથી ધન-સંપદાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પૂજા વિધિના અંતમાં ક્ષમા પ્રાર્થના ચોક્કસ કરો:
માતાજીની સાધના કરતી વખતે અમુક ખાસ નિયમોનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ.  દુર્ગા સપ્તમીનો પાઠ ક્ષમા પ્રાર્થના તરીકે કરવામાં આવે છે. પૂજાના દરમિયાન જો કોઈ ભૂલ ચૂક થઇ જાય તો દુર્ગા સપ્તમીના અંતમાં ક્ષમા પ્રાર્થના કરીને દેવીની માફી લેવાથી તમારી પૂજા પૂર્ણ થઇ જાય છે. અને ભૂલ ચૂક માટે માતાજી ક્ષમા પણ કરી દે છે.

મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું નિશાન બનાવો:
ઘરથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે નવરાત્રીના દિવસોમાં ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું નિશાન બનાવવાનું ન ભૂલો. આ સિવાય ગણપતિની પૂજા પણ વિધિ વિધાન સાથે કરો. જેનાથી કાર્યમાં આવનારી તમામ પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે.

કમળફુલ પર બિરાજમાન માં લક્ષ્મીની પૂજા કરો:
નવરાત્રી પર કમળના ફૂલ પર બેઠેલી માતા લક્ષ્મીની તસ્વીરની પૂજા કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી માં દુર્ગાની સાથે તમને લક્ષ્મીની કૃપા પણ મળશે.

લાલ કપડા અને કૌડી અર્પણ કરો:
આર્થિક સમસ્યા દૂર કરવા માટે નવરાત્રીમાં માતાને લાલ રંગનું કપડું અને કૌડી અર્પણ કરો. તેના પછી લાલ કપડામાં કૌડી રાખીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ જલ્દી જ દૂર થઇ જશે અને એટલી ધનવર્ષા થશે કે તમે માલામાલ બની જશો.

Team Dharmik