નવરાત્રીના આ 8 ઉપાયો ચોક્કસ વરસાવશે ધન અને સંપન્નતા

ધનની તિજોરીઓ છલકાવી દેશે માતાજી, આ 8 ઉપાયો કરો અને માતાજી પર વિશ્વાસ રાખો

નવરાત્રીનો ઉત્સવ 9 દિવસો સુધી ઉજવવામાં આવે છે અને આ 9 દિવસ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જે શુભ કામ તમે વર્ષના બીજા દિવસે ન કરી શક્યા તે નવરાત્રીના દિવસોમાં ચોક્કસ પૂર્ણ થાય છે અને કોઈ અડચણ પણ નથી આવતી. એવામાં શાસ્ત્રોના આધારે આજે અમે તમને એવા ઉપાયો જણાવીશું જેની મદદથી તમે ધન, સુખ અને તરક્કી મેળવી શકશો અને સાથે જ જીવનના દરેક કષ્ટોનું પણ નિવારણ આવશે. આવો તો જાણીએ આ ઉપાયો વિશે.

1. ધન લાભ માટે પીપળાના પાન પર રામનું નામ લખો અને તેના પર કોઈ મીઠાઈ રાખીને હનુમાનજીના મંદિરમાં ચઢાવો. તેનાથી તમને ખુબ ધનલાભ થશે. આ સિવાય ભગવાન શિવને રોજ ચોખા અને બીલીપત્ર ચઢાવવાથી તમને ધનલાભ થશે.

2. નવરાત્રીના દરમિયાન ઘરના આંગણે લીંબુ બાંધી દો. આ ઉપાય તમને ખરાબ નજરથી બચાવશે અને સાથે જ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લાંબા સમયથી ચાલી આવી રહેલી બીમારીઓનો પણ અંત આવશે.

3. નવરાત્રીમાં જરૂરિયાતમંદ લોકો અને ગરીબોને કાળા તલનું દાન કરો જેનાથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહેશે અને તમારા ઘરમાં ધનવર્ષા થશે.

4. નવરાત્રીના દિવસોમાં નાની નાની બાળાઓને લાલ કપડા ભેંટ કરો, જેનાથી તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને જીવન ખુશનુમા બનશે.

5. નવરાત્રીના દિવસોમાં પીળા રંગના કપડા પહેરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે, અને પૈસાની તંગી દૂર થાય છે.

6. મનપસંદ જીવનસાથી મેળવવા માટે નવરાત્રીના દિવસોમાં ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાન શિવ અને પાર્વતીને જળ અને દૂધ ચઢાવો. તેના પછી ફૂલ, ચંદન, ધૂપ, દીવો કરીને પૂજા કરો. જેના પછી પાર્વતી અને ભગવાન શિવની વચ્ચે મૌલીથી ગઠબંધન કરો. જેના પછી લાલ ચંદનથી નીચે આપેલા મંત્રનો 108 વાર જાપ કરો.

મંત્ર-हे गौरी शंकरार्धांगी। यथा त्वं शंकर प्रिया।

तथा मां कुरु कल्याणी, कान्त कान्तां सुदुर्लभाम्।।

7. નવરાત્રીના દિવસોમાં લાલ રંગના વસ્ત્રો પહેરવા ન જોઈએ, એવું કરવાથી તમારા ખર્ચામાં વધારો થશે. બિનજરૂરી વધારાના ખર્ચાઓ પણ થઇ શકે છે જેનાથી તમારું મન ચિંતિત રહેશે.

8. ધનહાનિ થતી અટકાવવા માટે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડા પર મોતી અને શંખ રાખો અને આ મંત્રનો જાપ કરતા રહો. મંત્રનો જાપ કરતી વખતે સાથે ચોખા પણ રાખો અને મંત્રનો જાપ કરતા-કરતા એક એક ચોખાનો દાણો શંખમાં નાખતા રહો. આવું નવે નવ દિવસ સુધી કરતા રહો જેના પછી ચોખાને સફેદ કપડાની પોટલી કે બૈગમાં રાખી દો, શંખને પણ પોટલીમાં રાખી દો અને પોટલી તમારા તિજોરીમાં રાખી દો. આવું કરવાથી તમારી તિજોરી પૈસાથી લથપથ રહેશે અને ક્યારેય પણ તમારા જીવનમાં ધનની ખામી નહિ આવે.

મંત્ર-‘श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:’।

Team Dharmik