પ્રેમ, દારૂ, હોટલના એક રૂમમાં 3 લોકો…કાંડમાં ફસાયેલી સીધી સાદી યૂટયૂબર નામરા કાદિરે જણાવી હકિકત

સોશિયલ મીડિયા યુઝર્સ માટે નામરા કાદિર નવું નામ નથી. ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ખાસ ઓળખ ધરાવતી નામરા કાદિર એક ખૂબ જ સનસનાટીભર્યા કેસમાં આરોપોથી ઘેરાઈ ગઈ છે. નામરા પર એક બિઝનેસમેનને પ્રેમની જાળમાં ફસાવીને તેની પાસેથી 80 લાખ રૂપિયા પડાવવાનો આરોપ છે. આરોપ છે કે હોટલના રૂમમાં નામરા તેના પતિ સાથે હતી અને બિઝનેસમેન પણ એ જ રૂમમાં હતો. આ પછી સવાર સુધીમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ અને બ્લેકમેલિંગ, બરાત્કારના આરોપો અને છેડતીનો સિલસિલો શરૂ થઈ ગયો.

80 લાખ સુધીની જંગી વસૂલાત કરવામાં આવી હતી. નામરાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હવે નામરાએ આ સમગ્ર મામલાની સત્યતા જણાવી છે. નામરાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. નામરાએ કહ્યુ કે દિનેશ યાદવે મારા પર 70 થી 80 લાખ રૂપિયાની લૂંટનો આરોપ લગાવ્યો છે. પહેલી વાત તો એ કે દિનેશે મને 80 લાખ રૂપિયા આપ્યા નથી અને જે પણ પૈસા આપ્યા તે કામ માટે આપ્યા. જ્યાં સુધી હોટલની વાત છે, 2 ડિસેમ્બર 2021ના રોજ શાલીમાર બાગ સ્થિત મારા ઘરેથી મને લેવા દિનેશ પોતે આવ્યો હતો

અને ગુરુગ્રામમાં પાર્ટીમાં ગઇ હતી. આ પાર્ટી મારા એક યૂટયૂબર મિત્રના ફ્લેટ પર હતી. હું દિનેશને સારી રીતે ઓળખતી નહોતી, પરંતુ મિત્રોની સલાહ પર હું દિનેશ સાથે મારા પતિ વિરાટ સાથે તે પાર્ટીમાં ગઈ હતી. દિનેશ મને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે મને મોંઘી ચોકલેટ્સ આપતો હતો. નામરા કહે છે કે જ્યારે હું પ્રભાવિત ન થઇ ત્યારે તેણે ઘણી વસ્તુઓ માટે પોતે જ પૈસા ચૂકવવાનું શરૂ કર્યું અને પછી ખોટી વાતો કરવા લાગ્યો. દિનેશ સારી રીતે જાણતો હતો કે હું પરિણીત છું, વિરાટ મારા પતિ છે અને અમારો એક પુત્ર પણ છે.

એકવાર હું અને વિરાટ ગોવા કામ માટે ગયા હતા ત્યારે દિનેશ હતો અને મારો દીકરો પણ અમારી સાથે જ હતો. નામરા કહે છે કે દિનેશે મને એકવાર હોટલમાં શૂટિંગના નામે બોલાવી હતી અને કહ્યું હતું કે પાછળના રૂપિયા પણ આપી દઇશ. હું હોટલની લોબીમાં પહોંચી ત્યારે દિનેશ મને હોટલના રૂમમાં બોલાવવા લાગ્યો. મેં દિનેશને નીચે આવવા કહ્યું અને કહ્યું કે નીચે શૂટિંગ કર્યા પછી પતિ વિરાટ આવશે અને પછી આપણે ઉપરના માળે રૂમમાં જઈશું. આટલું કહ્યા બાદ પણ દિનેશે હોટલના રૂમમાં આવવાની જીદ કરી હતી.

પણ હું ના માની એટલે દિનેશ નીચે આવ્યો અને મેં મારા કામના 40 હજાર રૂપિયા પેન્ડીંગ લીધા હતા. પૈસા આપ્યા બાદ દિનેશે ફરી મારા પર હોટલના રૂમમાં જવાનું દબાણ શરૂ કર્યું. જ્યારે હું રાજી ન થઇ ત્યારે દિનેશ બૂમો પાડવા લાગ્યો કે હું તને શા માટે પૈસા આપું છું. ફ્રીમાં પૈસા નથી આપતો. તેણે મારી પાસેથી પૈસા છીનવી લીધા, જ્યારે આ પૈસા શૂટિંગ માટે હતા. હોટલનો સ્ટાફ પણ ભેગો થઈ ગયો અને આ બધા વચ્ચે દિનેશ પૈસા આંચકીને પાછો હોટલના રૂમમાં ગયો. ત્યાર બાદ હું હોટલમાંથી નીકળી ગઇ. હું દિનેશ સાથે રૂમમાં પણ નહોતી. તેણે કહ્યુ કે, તેના પર લાગેલા તમામ આક્ષેપો ખોટા છે.

Team Dharmik