આ ફૂલને આ રંગના કપડામાં બાંધીને રાખી દો તિજોરીમાં, થઇ જશો માલામાલ

તંત્ર કે ધાર્મિક ક્રિયાઓમાં વપરાતી સામગ્રીઓમાં એક એવું ફૂલ પણ છે જે કોઈપણ વ્યક્તિના જીવનમાં ઘણી ખામીને પૂર્ણ કરી શકે છે. આ શુભ વનસ્પતિનું નામ છે ‘નાગકેસર’ જેને દરિદ્રતા દૂર કરનારનું ફૂલ પણ કહેવામાં આવે છે. આ ફૂલનો યોગ્ય રીતે ઉપીયોગ કરવાથી ધનલાભના યોગ બનવા લાગે છે. નાગકેશરનું ફૂલ વ્યક્તિને ધનવાન બનાવી શેકે છે આવો તો જાણીએ શાસ્ત્રો દ્વારા જણાવેલા ઉપાયો વિશે.

1. ધનવાન બનવા માટે નાગેસરના ફૂલ, તાંબાનો ટુકડો, હળદર, સોપારી, એક સિક્કો અને ચોખા લો. આ બધી વસ્તુઓને કપડામાં બાંધી માતા લક્ષ્મીની સામે રાખી દો અને તેની પૂજા કરો. પૂજા સમાપ્ત કર્યા પછી આ પોટલી તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી તમારી ધનને લગતી સમસ્યાઓ દૂર થઇ થશે.

2. ધનવાન બનવા માટે દરેક શુક્રવારે નાગકેસરના ફૂલની પૂજા કરો અને તેને સ્વચ્છ સફેદ કપડામાં બાંધીને ઓફિસ કે કાર્યસ્થળ પર રાખી દો. આવું કરવાથી પૈસા તમારા તરફ ખેંચાઈ આવશે.

3. ચાંદીની એક નાની ડબ્બીમાં નાગકેસર અને મધ ભરીને શુક્લ પક્ષની શુક્રવારની રાતે કે અન્ય શુભ સમયે તમારી તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી અચાનક જ તમારી આવકમાં વૃદ્ધિ થવા લાગશે.

4. એક પૂર્ણિમાથી લઈને બીજી પૂર્ણિમા સુધી લગાતાર શિવલિંગ પર નાગકેસરના ફૂલો ચઢાવો, છેલ્લા દિવસે ચઢાવેલા ફુલને ઘરે લઈને આવો, આ ફૂલ ધનને લગતી દરેક સમસ્યાઓનું નિવારણ કરી દેશે.

5. વ્યાપાર ક્ષેત્રમાં થઇ રહેલી ખામીને દૂર કરવા માટે શુભ સમયે નિર્ગુન્ડી(એક પ્રકારની વનસ્પતિ)નું મૂળ, નાગકેસરના ફૂલ અને પીળા રાઈના દાણાને એક પોટલીમાં બાંધીને દુકાન કે તમારા કાર્યસ્થળની બહાર લટકાવી દો. આવું કરવાથી તમારા વ્યાપારમાં વૃદ્ધિ થવા લાગશે.

6. દિવાળીના દિવસે કોઈપણ શુભ સમયે નાગકેસર અને 5 સિક્કા એક કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘરમાં પૈસાની તંગી દુર થાય છે.

7. નાગકેસરનું ફૂલ ઘરમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થઇ જાય છે અને સાથે જ નાગકેસરના લાકડાથી ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ પણ અટકી જાય છે.

8. આ સિવાય ધનપ્રાપ્તિ માટે સોમવારે નાગકેસરના ફૂલની સાથે પાંચ બીલીપત્ર લો અને તેને કાચું દૂધ, ઘી, અને ગંગા જળથી સ્વચ્છ કરો અને ભગવાન શંકરને અર્પણ કરો. આ ઉપાયથી ધનપ્રાપ્તિની સાથે સાથે સામાજિક માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે.

જણાવી દઈએ કે ધાર્મિકની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ નાગકેસરના અનેક ફાયદાઓ છે. બ્લડપ્રેશર, ડાયાબીટિસ, બવાસીર, ચામડીની સમસ્યા, ગર્ભધારણ વગેરે જેવી સ્સ્મયાઓ માટે નાગકેસરના બીજનો ઉપીયોગ કરવામાં આવે છે.

Team Dharmik