માતાએ જ દીકરીની કરી દીધી દીકરીની હત્યા, દીકરીની કાળી અને ગંદી કરતૂત વાંચીને કેજો સારું કર્યું કે ખરાબ

દેશની રાજધાની દિલ્હીમાં શ્રદ્ધાની હત્યાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હત્યાકાંડની જઘન્યતાથી સૌ કોઈ ચોંકી ગયા છે. આવી જ જઘન્ય ઘટના તમિલનાડુના થિરુનેલવેલીમાં બની છે, જ્યાં એક માતાએ પોતાની દીકરીની હત્યા કરી નાખી છે. દીકરીનો ગુનો માત્ર એટલો જ હતો કે તે બીજી જ્ઞાતિના છોકરાને પ્રેમ કરતી હતી. વાસ્તવમાં અરુમુગા કાનીએ તેની પુત્રી અરુણાની હત્યા કરી હતી. અરુમુગાની 19 વર્ષિય પુત્રી અરુણા નર્સિંગનો અભ્યાસ કરતી હતી 

અને તેણે તેની માતાને કહ્યું હતું કે તે અન્ય જાતિના એક છોકરા સાથે પ્રેમમાં છે. અરુણા થેવર સમુદાયની હતી અને તે કથિત રીતે નાદર સમુદાયના એક વ્યક્તિ સાથે પ્રેમમાં હતી. અરુમુગા કાનીએ આ મુદ્દે વાત કરવાના બહાને અરુણાને તેના વતન બોલાવી હતી. જ્યારે અરુણા ગઈ ત્યારે તે જોઈને ચોંકી ગઈ કે અરુમુગા કાનીએ તેના લગ્ન તેની જ જ્ઞાતિના છોકરા સાથે ગોઠવી દીધા હતા. બુધવારે અરુમુગા કાનીએ છોકરાના પરિવારની મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું પરંતુ અરુણા મક્કમ હતી. 

અરુણાએ તેની માતાને કહ્યું હતું કે તે છોકરાના પરિવારને કહેશે કે તે બીજા કોઈના પ્રેમમાં છે. ગુસ્સામાં અરુમુગા કાનીએ અરુણાનું ગળું દબાવીને હત્યા કરી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ, અરુમુગા કાનીએ પસ્તાવો અનુભવ્યો અને હેર ડાઈ પાવડર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. જો કે, અરુમુગા કાનીને પડોશીઓએ બચાવી લીધી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. શિવાલપેરી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. 

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના સાંભળીને બધા ચોંકી ગયા છે. રાજસ્થાનના જયપુરથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ 23 નવેમ્બર બુધવારના રોજ અંજલિ વર્મા નામની મહિલાને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. યુવતીએ ગયા વર્ષે જ તેના ધર્મની બહાર એક છોકરા સાથે લગ્ન કર્યા હતા. જોકે આ હુમલામાં યુવતીનો જીવ બચી ગયો છે. હાલમાં તેની હાલત નાજુક છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Team Dharmik