પાણીમાં તણાઈ રહેલા કપિરાજનો જીવ બચાવવા સામે આવ્યા સાક્ષાત બજરંગબલી, 24 કલાક સુધી રહ્યા સાથે પછી બીજા દિવસે સવારે જયારે લોકોએ જોયું.. જુઓ વીડિયો

રામ રાખે એને કોણ ચાખે એ કહેવત તો આપણે સાંભળી જ હશે. જયારે પણ માણસને કોઈ વાતનો ડર લાગે કે પછી કોઈ મોટી મુશ્કેલીમાં મુકાયો હોય ત્યારે હનુમાન દાદાનું સ્મરણ કરે. કારણ કે હનુમાન દાદાને સંકટ મોચન કહેવામાં આવે છે અને તે હંમેશા તેમના ભક્તોના સંકટને પણ દૂર કરતા હોય છે. ફક્ત મનુષ્યો જ નહિ પ્રાણીઓના સંકટ પણ હનુમાન દાદા દૂર કરે છે.

આવી જ એક કહાની ઉત્તર પ્રદેશના જીલ્લા ગાઝિયાબાદમાં કેનાલની વચ્ચે એક કપિરાજ ફસાઈ ગયો હતો, જેનો રેસ્ક્યુ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કપિરાજ મુરાદનગર સ્થિત ગંગાનહરની વચ્ચે ફસાઈ ગયો હતો. આવી સ્થિતિમાં તે કેનાલમાં સ્થિત બજરંગબલીની મૂર્તિ સાથે ચોંટી ગયો અને પોતાને ડૂબતા બચાવ્યો. બાદમાં પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને વાંદરાને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.

હવે આ ઘટનાનો વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેને બજરંગબલીનો ચમત્કાર ગણાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હનુમાનજીની મૂર્તિ ગંગાનહરની મધ્યમાં સ્તંભ પર સ્થાપિત કરવામાં આવી હતી, જેને વળગીને કપિરાજે આખી રાત વિતાવી હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કપિરાજ પહેલા ગંગનાહરમાં પડ્યો હતો અને વહેતી નહેરની વચ્ચે ગયો હતો. તેણે કેનાલમાંથી બહાર નીકળવાનો અથાક પ્રયાસ કર્યો. પણ સફળતા મળી ન હતી.

આવી સ્થિતિમાં તે કોઈક રીતે નહેરમાં બનેલી હનુમાનજીની મૂર્તિ પાસે ગયો અને ઘણા કલાકો તેને વળગી રહ્યા. રવિવારે સવારે પાણીની વચ્ચે ફસાયેલા આ વાંદરાને સ્થાનિક લોકો અને ત્યાં તૈનાત કેટલાક પોલીસકર્મીઓએ જોયો હતો, ત્યારબાદ તેમણે બોટ દ્વારા કપિરાજને બચાવી લીધો હતો અને વાનરનો જીવ બચાવ્યો હતો.

Dharmik Duniya Team