આ બે મંદિરોમાં માત્ર પગ મુકવાથી જ કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ પણ દૂર થઇ જાય છે, જાણો ક્યાં છે એ મંદિર

આપણા દેશમાં ઘણા એવા ચમત્કારીઓક મંદિરો આવેલા છે, જ્યાં દર્શન માત્રથી જ ભક્તોના ઘણા જ દુઃખો દૂર થાય છે. ઘણા મંદિરો એવા છે જે મોટા મોટા રોગને પણ પળમાં દૂર કરી છે. આ કોઈ ચમત્કાર કરતા કમ નથી. આજે આપણે તમને એવા જ બે મંદિરો વિશે જણાવીશું જે મંદિરોમાં માત્ર પગ મુકવાથી કેન્સર જેવી મોટી મોટી બીમારીઓ પણ છુમંતર થઇ જાય છે.

1. હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર દંદરૌઆ ધામ: દેશભરમાં હનુમાનજીના ચમત્કારિક મંદિરો આવેલા છે. આ મંદિરોનો માહાત્મ્ય ખુબ જ વિશાળ છે. એવું જ એક મંદિર દંદરૌઆ ધામ છે. આ મંદિર મધ્યપ્રદેશના ભિન્ડ જિલ્લામાં આવેલું છે. આ મંદિરના હનુમાનજીને ડોકટરના રૂપમાં પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંદિરની અંદર હનુમાન દાદા પોતે જ ડોક્ટર બનીને ભક્તનો ઈલાજ કરે છે. એવી માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતું. તેમને હનુમાન દાદાએ ડોકટરના રૂપમાં દર્શન આપ્યા. આ મંદિરની અંદર જે તે વિસ્તારના જ નહિ પરંતુ દેશભરના લોકો દર્શન માટે અને પોતાની બીમારીઓની સારવાર કરવા માટે આવે છે અને ઘણા લોકોને પોતાની બીમારીમાંથી છુટકારો પણ મળી ગયો છે.

2. ચતુરદાસજી મહારાજ: રાજસ્થાનના નાગૌરથી ચાલી કિલોમીટર દૂર અજમેર-નાગૌર રોડ ઉપર કુચેરા કસ્બાની પાસે બુટાટી ધામ છે. જેને ચતુરદાસજી મંદિરના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરની અંદર દર વર્ષે હજારો લકવાના રોગીઓ સાજા થઈને પરત ફરે છે. તમને જાણીને હેરાની થશે કે આ મંદિરની અંદર ઈલાજ માટે કોઈ ડોક્ટર, હકીમ કે વૈદ્ય નથી. પરંતુ લકવાના ઈલાજ માટે અહીંયા ચમત્કારિક શક્તિઓનો પ્રયોગ કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે 500 વર્ષ પહેલા ચતુરદાસજી જે સિદ્ધ યોગી હતા તેમને તપસ્યા કરીને લોકોને રોગમુક્ત કર્યા હતા. અહીંયા પણ ઈલાજ માટે દેશભરમાંથી લોકો આવે છે. લકવાના ઈલાજ માટે આવનારા લોકોએ સતત 7 દિવસ સુધી મંદિરની પરિક્રમા કરવાની હોય છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ દર્દ્દીને એક હવનમાં ભાગ લેવો પડે છે.હવન પૂર્ણ થયા બાદ કુંડની ભભૂતિ દર્દીને લગાવવામાં આવે છે. ત્યારબાદ બધા જ રોગો તેની જાતે જ દૂર થઇ જાય છે. આ આખી જ પ્રક્રિયા કોઈ ચમત્કારથી કમ નથી.

Dharmik Duniya Team