મેલડીમાનું આ ચમત્કારિક મંદિરમાં બધા ભક્તોની માનતા પુરી થાય એટલે લોકો મંદિરમાં આવીને કચરા પોતા કરે છે, જુઓ

આપણા દેશમાં લાખો ભગવાનના મંદિરો આવેલા હશે અને આપણા ભારતના બધા જ મંદિરોમાં અલગ અલગ દેવી દેવતાની મૂર્તિઓને સ્થાપિત કરવામાં આવી છે. એટલે બધા મંદિરોમાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે દુરદુરથી આવતા હોય છે.

અને બધા જ ભક્તોની દેવી દેવતા મનોકામના પૂર્ણ કરતા હોય છે. તેવું જ મંદિર ગુજરાતમાં ખેડા જિલ્લાના નડિયાદથી ચાર કિલોમીટર દૂર મરીડા ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે. આ ટેમ્પલનું નામ છે રાજરાજેશ્વરી મેલડીમાતા. આ માતાજીના મંદિરમાં એટલી બધી શ્રદ્ધા હોય છે કે ભક્તો દુરદુરથી મેલડીમાતાના દર્શને આવતા હોય છે અને તે માતાજીની માનતા રાખતા હોય છે. આ મંદિરમાં મેલડીમાતાના દર્શન કરવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થઇને જીવન ધન્ય બની જતું હોય છે.

આ મેલડી માતાનું મંદિર વિષે એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા આ ગામમાં રહેતા એક રાજભા નામના માણસને એવું થયું કે આપણા ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ એટલે આ વ્યક્તિએ તેમની ઈચ્છા ગામના લોકોને જણાવી તો

ગામના લોકો પણ કહેવા લાગ્યા કે આપણા વિલેજમાં મેલડીમાતાનું મંદિર બનાવવું જોઈએ. આથી ગામમાં મેલડીમાનું મંદિર બનાવીને તેમાં જયપુરમાં એક મૂર્તિ હતી તેને લાવીને ગામના મંદિરમાં મેલડીમાતાની મૂર્તિ સ્થાપિત કરી હતી.

તેથી આ વાતની જાણ મોટા ભાગના લોકોને ખબર પડવા લાગી કે આ મેલડીમાતાનો ચમત્કાર છે તો બધા લોકો આ મંદિરમાં મેલડીમાતાના દર્શને આવવા લાગ્યા હતા. પછી આ મંદિરમાં એવી માન્યતા છે કે જે લોકો આ મંદિરમાં આવીને માનતા રાખતા હોય છે તે લોકોની જયારે માનતા પુરી થાય એટલે આ મંદિરમાં આવીને કચરા-પોતા કરવાથી તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Duniya Dharmik