દુકાળમાં પણ જે ધરામાં પાણી નથી ખૂટતું એ માટેલીયા ધરાનો ઇતિહાસ, જાણો શું તેનું રહસ્ય !!!

રાજકોટ જિલ્લાનું વાંકાનેર પાસે આવેલું માટેલ ગામ. જ્યાં આજે પણ ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે, તેમના હોવાના પુરાવાઓ મળે છે, તેમના પરચાઓ જોવા મળે છે, અને એટલે જ ભક્તો માતાજીના દર્શન માટે અવાર નવાર જતા હોય છે, દર્શન કરીને ધન્ય થતા હોય છે.

ઊભી ભેખડો ઉપર આવેલા મંદિરમાં આઈ શ્રી ખોડિયાર મા બિરાજે છે. ભેખડોના આ ઢોળાવ ચઢીને મંદિર સુધી પહોંચાય છે અને આ મંદિરમાં ચાર દેવીઓ નિવાસ કરે છે, જેમાં આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈ છે. તેમાં ખોડિયાર માતાજીની મૂર્તિ ઉપર સોના ચાંદીનું છત્ર ઝૂમે છે અને મટાઈને ચૂંદડી પણ ચઢાવેલી હોય છે. આ મંદિરની બાજુમાં જ એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં ખોડિયાર માતાજીની આરસની ખુબ જ સુંદર મૂર્તિને પ્રતિષ્ઠા કરી બિરાજમાન કરવામાં આવી છે.મંદિરની પાસે જ એક પીલુડીનું વૃક્ષ પણ આવેલું છે જેમાં ખોડિયાર માતાજીના બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈના પાળિયા પણ આજે અડીખમ ઉભા છે.

ખોડિયાર માતાજીના મંદિરની સામે જ એક ઊંડા પાણીનો ઘુનો આવેલો છે જેને માટેલીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. આ ધરાની વિશેષતા એ છે કે આ ધરાનું પાણી કોઈપણ ઋતુમાં ક્યારેય ખૂટતું નથી, ધોમધખતો તડકો હોય કે પછી દુષ્કાળ જેવી પરિસ્થિતિ આ ધરાનું પાણી ક્યારેય નથી ખૂટતું, વળી આ ધરાનું પાણી ખુબ જ મીઠું છે અને ગામના લોકો આ પાણી ગાળ્યા વગર આજે પણ પીવાના ઉપયોગમાં લે છે.

મોટેલ ધામમાં આવેલા આ ખોડિયાર માતાજીના મંદિરમાં દરેક વસ્તુઓનો એક આગવો ઇતિહાસ છે. અહીંયા વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામના પણ માતાજી સમક્ષ વ્યક્ત કરે છે. માતાજી તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે.

Dharmik Duniya Team