દાદા સાથે વાડીએ જાઉં છું કહીને નીકળેલા નાનકડા 8 વર્ષના જીયાંશની મળી લાશ

મમ્મી-પાપાને કહેતો ગયો કે “હું દાદાની સાથે વાડીએ જાઉં છું” અને…..જીયાંશની લાશ કપડામાં વિટળાઈને આવતા માં-બાપ બેભાન થઈ ગયા..! જાણો સમગ્ર મામલો

સમગ્ર દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર વાહનોની તેજ રફતાર તો કેટલીકવાર રોન્ગ સાઇડ વાહનને કારણે પણ કેટલાક લોકો અકસ્માતનો શિકાર થતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના કિસ્સાઓમાં ઘણો વધારો પણ થયો છે. હાલમાં એક ઘટના સામે આવી છે, જે મંત્રનગરની ફાટક પાસે આવેલી રાજશ્રી સોસાયટીના રહીશની છે. ત્રિભોવનભાઈ સેલિયા અહીં તેમના પરિવાર સાથે રહે છે. જો કે, જ્યારે ઘટના બની તે સમયે સમગ્ર પરિવાર સાથે ગામડે સમય પસાર કરવા આવ્યો હતો.

ત્યારે રોજની જેમ પોતાને ખેતરે આંટોફેરો મારવા માટે નીકળેલા દાદાની સાથે તેમનો 8 વર્ષનો પૌત્ર જીયાંશ પણ સાથે આવવાની જીદ કરવા લાગ્યો હતો. દાદાને આવવામાં મોડું થાય એમ હોવાને કારણે તેમણે જીયાંશને ના પાડી હતી, પરંતુ જીયાંશ તો જીદે અડેલો હતો. ત્યારે આખરે દાદા જીયાંશને લઈને વાડીએ જવા ઘરેથી નીકળ્યા. જીયાંશે તેના માતા-પિતાને કહ્યું કે, મમ્મી-પપ્પા, હું દાદાની સાથે વાડીએ જાઉં છું અને જલ્દી જ પાછો આવી જાઈશ.

પરંતુ તેમને શું ખબર કે તેઓ તેમના દીકરાનો ચહેરો છેલ્લી વાર જોઈ રહ્યા છે. જ્યારે ત્રિભોવનભાઈ જીયાંશને લઈને ખેતરે જતા હતા ત્યારે રોડ પર મોતની ગતિએ આવતા એક ટ્રકે ત્રિભોવનભાઈ અને જીયાંશને અડફેટે લીધા. તે બાદ અડફેટમાં રસ્તા વાળી બાજુએ જીયાંશ ચાલતો હોવાને કારણે તે ટ્રકની ચપેટમાં આવી ગયો અને આ કાળમુખા ડમ્પરની ગતિથી તેનું શરીર કચડાઈ ગયું. આ ગમખ્વાર અકસ્માતની અંદર 8 વર્ષનો જીયાંશ મોતને ભેટ્યો હતો.

જ્યારે ત્રિભોવનભાઈને સામાન્ય ઈજાઓ પહોચી હતી. દાદા પણ કહેવા લાગ્યા કે, હે ભગવાન તું મને લઈ જા પણ મારા લાડકા ફૂલ જેવા પૌત્રને રેહવા દે.પરતું જીયાંશ તો ભગવાનના ખોલિયામાં ચાલ્યો ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી જીયાંશના માં-બાપને મળી ત્યારે તેઓતો આ સમાચાર સાંભળતા જ ત્યાંને ત્યાં ઢળી પડ્યા હતા. તેમનાથી અ ઘટનાનું દુખ સહન થઈ શક્યું નહી. આ ઘટનાએ ગામના સૌ કોઈ લોકોને શોકમાં ડુબાડી દીધા છે. આ અકસ્માતની ઘટનાને લઈને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ

Team Dharmik