આને કહેવાય પરિવાર, જેમાં 72 લોકો છે અને બધા જ એકસાથે રહે છે, આજકાલની છોકરીયું તો માં-બાપને પણ નથી રાખવા માંગતી, જુઓ તસવીરો

આજના સમયમાં લોકોની વિચારસરણી એવી થઈ ગઈ છે કે તેઓ સંયુક્ત પરિવારમાં રહેવાનું વિચારતા પણ નથી, જ્યારે પહેલા લોકો સંયુક્ત પરિવારમાં જ રહેવાનું પસંદ કરતા હતા. ત્યારે એક પરિવારમાં 20-25 લોકો પણ સાથે આરામથી રહેતા હતા. આજકાલ આવા સંયુક્ત પરિવારની ઘણી ચર્ચા છે, જેમાં કેટલા લોકો રહે છે તે જાણીને તમે દંગ રહી જશો. આવો જાણીએ આ વિશાળ પરિવાર વિશે… મહારાષ્ટ્રના સોલાપુરનો એક પરિવાર ચર્ચામાં છે. આ સંયુક્ત પરિવારમાં 72 સભ્યો છે, જેઓ એક છત નીચે ખુશીથી રહે છે.

રોજ પરિવારમાં શાકભાજીનો વપરાશ રૂ. 1000 થી રૂ. 1200 સુધીનો હોય છે. જ્યારે, એક દિવસમાં 10 લિટર દૂધનો વપરાશ થાય છે. મૂળ કર્ણાટકનો દોઇજોડે પરિવાર લગભગ 100 વર્ષ પહેલા સોલાપુર આવ્યો હતો. આ વેપારી પરિવારની ચાર પેઢીઓ એક ઘરમાં સાથે રહે છે. પરિવારની મહિલા સભ્યોનું કહેવું છે કે શરૂઆતમાં તેઓ પરિવારમાં સભ્યોની સંખ્યાથી ડરતા હતા. પરંતુ હવે તેઓ તેમાં ભળી ગયા છે.

આ કપલના પરિવારનો વીડિયો હાલ ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બીબીસી દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. યુઝરે વીડિયોના કેપ્શનમાં લખ્યું- ‘ભારતીય સંયુક્ત પરિવારની સુંદરતા.’ વીડિયોમાં પરિવારના એક સભ્ય અશ્વિન દોઇજોડે કહે છે- ‘અમારો પરિવાર એટલો મોટો છે કે અમને સવાર-સાંજ 10 લિટર દૂધની જરૂરત પડે છે. દરરોજ લગભગ 1200 રૂપિયાની કિંમતની શાકભાજી વપરાય છે. નોન-વેજ ફૂડ આના કરતાં ત્રણથી ચાર ગણું મોંઘું પડે છે.’

અશ્વિન આગળ કહે છે- અમે આખા વર્ષ દરમિયાન ચોખા, ઘઉં અને દાળની આશરે 40 થી 50 બોરીઓ ખરીદી કરીએ છીએ. અમને આટલી મોટી માત્રાની જરૂર છે, તેથી જ અમે બલ્કમાં ખરીદી કરીએ છીએ. સંયુક્ત પરિવારની પુત્રવધૂ નૈના દોઇજોડે કહે છે – આ પરિવારમાં જન્મેલા અને મોટા થયેલા લોકો સરળતાથી જીવે છે. પરંતુ જે મહિલાઓ લગ્ન કરી આવે છે, તેમને શરૂઆતમાં થોડી મુશ્કેલી પડે છે.

શરૂઆતમાં, હું આ પરિવારના સભ્યોની સંખ્યાથી ડરી ગઇ હતી. પણ બધાએ મને મદદ કરી. મારી સાસુ, બહેન અને દિયરે મને ઘરમાં એડજસ્ટ થવામાં મદદ કરી. હવે બધું સામાન્ય છે. BBCના રિપોર્ટ અનુસાર, આ વિશાળ પરિવારનું વીજળીનું બિલ તે જે ઘરમાં રહે છે તેના દર મહિને લગભગ 40-45 હજાર રૂપિયા આવે છે. આ પરિવાર બિઝનેસમાં તેની સફળતાનો શ્રેય તેના સંયુક્ત પરિવારને આપે છે. આજના સમયમાં આવો સંયુક્ત પરિવાર મળવો ખૂબ જ દુર્લભ છે.

Team Dharmik