રાતોરાત બનવું છે કરોડપતિ, તો આજે જ કરો આ રામબાણ ઉપાય

શાસ્ત્રોના પ્રમાણે શુક્રવારના દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતા ઉપાયો ક્યારેય પણ વ્યર્થ નથી જતા કેમ કે શુક્રવાર માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આજના વ્યસ્ત સમયમાં સૌથી મોટી સમસ્યા ધનની અને તેની ખામીથી આવતી નિર્ધનતાની જોવા મળી રહી છે. આ ખામી દૂર કરવા માટે વ્યક્તિ દરેક સંભવ કોશિશ કરે છે.

જો શુક્રવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો ધનની ખોટને પણ પૂર્ણ કરી શકાય છે, તંત્રશાસ્ત્રમાં આ રામબાણ ઉપાય કરનારની દરેક ખોટ દૂર થઇ જાય છે એ પૈસાને લગતી એકપણ સમસ્યા નથી રહેતી.

આ છે રામબાણ ઉપાય:
ધનવાન બનવા માટે શુક્રવારે મહાલક્ષ્મીનો નીચે આપેલો મંત્રનો જાપ 180 વાર રાતે 9 થી 12 વચ્ચે ગુલાબી રંગના આસન પર બેસીને કમલ ગટ્ટાની માળાથી કરો. જાપ કરવાના સમયે બે મુખી દીવો પણ ગાયના ઘી નો પ્રગટાવો. શક્ય હોય તો જાપ કરતા પહેલા પૂજા કરવાના સ્થાને ગુલાબી કપડા પર શ્રી યંત્ર અને માતા અષ્ટ લક્ષ્મીની તસ્વીર સ્થાપિત કરો.

ગુલાબના સુગંધવાળી અગરબત્તી કરવાની સાથે સાથે કમળ કે લાલ ગુલાબના ફૂલો કે માળા ચઢાવો. શુદ્ધ માવાની મીઠાઈનો ભોગ પણ ધરાવો. જાપ કર્યા પછી ઘરના 8 ખૂણામાં લોટમાંથી બનાવેલા દીવાઓ ગાયના ઘી થી પ્રગટાવો.

જાપ કર્યા પછી પૂજામાં વાપરેલા ફૂલોને તિજોરીમાં મૂકી દો અને બીજા દિવસે તમારા ઘરે જ ગરીબ પરિવારની 3 નાની બાળકીઓને ગાયના દૂધની ખીર ખવડાવો આ સિવાય અમુક દક્ષિણા કે વસ્ત્રો દાનમાં આપો.

આ છે મહાલક્ષ્મીજીનો મહામંત્ર-

– ॐ श्रीं ।। – ॐ श्रीं क्लीं ।। – ॐ श्रीं ह्रीं क्लीं ।। – ॐ श्रीं ह्रीं क्लीं ।।

– ॐ ह्रीं श्रीं क्लीं ।। – ॐ क्लीं ॐ ।। – ॐ ऐं ॐ ।। – ॐ श्रीं श्रीं ।।

Team Dharmik